Home /News /sport /ચેતન શર્માનું કાઉન્ટડાઉન શરૂ! સ્ટિંગ ઓપરેશન પર દિગ્ગજ ક્રિકેટર ભડક્યો, કહ્યું- 'MS ધોનીને ચીફ સિલેક્ટર બનાવો'

ચેતન શર્માનું કાઉન્ટડાઉન શરૂ! સ્ટિંગ ઓપરેશન પર દિગ્ગજ ક્રિકેટર ભડક્યો, કહ્યું- 'MS ધોનીને ચીફ સિલેક્ટર બનાવો'

ફાઇલ તસવીર

સ્ટિંગ ઓપરેશન બાદ ચીફ સિલેક્ટર ચેતન શર્મા વિવાદમાં આવી ગયા છે. તેણે ઘણાં મોટા ખુલાસા કર્યા છે. બીસીસીઆઈ તેના પર જલ્દી કાર્યવાહી કરી શકે છે. આ વિવાદ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ BCCIને મહેન્દ્ર સિંહ ધોનીને આગામી ચીફ સિલેક્ટર બનાવવાની સલાહ આપી છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ ચેતન શર્માએ હાલમાં જ એક સ્ટિંગ ઓપરેશન દરમિયાન અનેક ખુલાસા કર્યા છે. ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ તેને ચીફ સિલેક્ટરના પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. જો કે, 2 મહિના પછી તે ફરીથી ચીફ સિલેક્ટર બન્યા છે. આ સ્ટિંગ ઓપરેશન બાદ ચેતન શર્મા મુશ્કેલીમાં મૂકાયા છે. આ વિવાદ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે BCCIને ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને નવો ચીફ સિલેક્ટર બનાવવાનું સૂચન કર્યું હતું.

ઈન્ડિયા.કોમ સાથેના ઈન્ટરવ્યૂમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ બોલર ડેનિશ કનેરિયાએ કહ્યુ હતુ કે, ‘એકવાર એમએસ ધોની સાથે વાત કરવી જોઈએ. તેમને ખબર હોવી જોઈએ કે ધોનીની યોજના શું છે અને તે કેવી રીતે ચીફ સિલેક્ટર બની શકે છે. હવે સમય આવી ગયો છે કે BCCI, રોજર બિન્ની અને જય શાહ પર કડક પગલાં લે અને નવી પસંદગી સમિતિની બનાવે. હવે આમાં નવા લોકોને સામેલ કરવાની જરૂર છે. એમએસ ધોનીનું મગજ અદ્ભુત છે અને તેઓ એક મહાન ખેલાડી છે. તો તેના જેવા ખેલાડીને પસંદગી સમિતિમાં સ્થાન કેમ નથી.’

ચેતન શર્માએ ખુલાસો કર્યો


ઝી ન્યૂઝના સ્ટિંગમાં ચેતન શર્માએ પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને જૂઠ્ઠો કહ્યો હતો. વિરાટ પછી રોહિત શર્માને વ્હાઇટ બોલના ક્રિકેટની કમાન સોંપવા મામલે તેમણે વિરાટ કોહલી અને તત્કાલિન બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી વચ્ચેના વિવાદ મામલે પણ પેટછૂટી વાત કરી હતી. ચેતન શર્માએ સ્પષ્ટ કહ્યુ હતુ કે, ‘સૌરવ ગાંગુલી પૂર્વ કેપ્ટનને નફરત કરે છે. ભારતીય ખેલાડીઓ ફિટ રહેવા માટે ઈન્જેક્શન લે છે.’
First published:

Tags: Cricket News Gujarati, Ms dhoni, બીસીસીઆઇ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો