નવી દિલ્લી: બીસીસીઆઇ (BCCI)ની 29 મેના દિવસે સ્પેશિયલ જનરલ મીટિંગ (SGM) થવાની છે. જેમાં આ વર્ષે ભારતમાં યોજાવનારા ટી-20 વર્લ્ડ કપના આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે. જેના માટે બીસીસીઆઈએ મહત્વની બેઠકનું આયોજન કર્યું છે. કારણ કે જૂન મહિનામાં આઈસીસી ની બેઠક થશે. કોરોનાની હાલની સ્થિતિને જોતા ટૂર્નામેન્ટને ટુએઈમાં કરાવામાં આવી શકે છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આઈસીસીની બેઠક પહેલા બીસીસીઆઇની બેઠક થઇ શકે છે. જેમાં ટી-20 વર્લ્ડ કપની લઈને મહત્વની ચર્ચાઓ કરવામાં આવી શકે છે. મળી રહેલી જાણકારી મુજબ, બીસીસીઆઇ અત્યારે 9 વેન્યું એટલે કે, અમદાવાદ, મુંબઈ, નવી દિલ્લી, બેગ્લોર અને હૈદરાબાદ તથા ચેન્નાઈ ધર્માશાલા, લખનઉને મેચો માટે નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ અનેક શહેરોમાં કોરોનાને લઈને સ્થિતિ ખુબ જ ખરાબ છે.
મળતી માહિતી મુજબ આ ટૂર્નામેન્ટ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાવાની છે. આ કિસ્સામાં, અત્યારે કોઈ નિર્ણય લઈ શકાશે નહીં. ત્યારે જ બાબતો સ્પષ્ટ થશે જ્યારે સમય નજીક આવશે. પરંતુ ટૂર્નામેન્ટ માટેની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવશે. પહેલેથી જ ટી-20 વર્લ્ડ કપ એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવ્યો છે. ભારતમાં કોરોના વચ્ચે ટી-20 વર્લ્ડ કપ યોજવા અંગે ઘણાં લોકોએ વાંધો ઉઠાવ્યો છે.
ટી- 20 વર્લ્ડ કપ ઉપરાંત બીસીસીઆઈની બેઠકમાં આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ અને મહિલા ક્રિકેટ અંગે ચર્ચા કરવામાં આવશે. મહિલા ટીમે આવતા મહિને ઇંગ્લેન્ડની યાત્રા કરવી પડશે. આ સિવાય સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પણ કરી શકે છે. વિમેન્સ વનડે વર્લ્ડ કપ આવતા વર્ષે ન્યુઝીલેન્ડમાં યોજાનાર છે. આવી સ્થિતિમાં, બંને શ્રેણી ટીમ માટે મહત્વપૂર્ણ છે. કોરોનાને કારણે આઈપીએલની હાલની સીઝન 29 મેચ બાદ મુલતવી રાખવી પડી. આને કારણે ટી 20 વર્લ્ડ કપના સંગઠન અંગે ચર્ચા થઈ રહી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર