ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 15 મહિના બાદ આ ખેલાડીની વાપસી

News18 Gujarati
Updated: February 4, 2020, 9:32 AM IST
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 15 મહિના બાદ આ ખેલાડીની વાપસી
રોહિત શર્મા ઈજાગ્રસ્ત થતાં આ બેટ્સમેનને ટેસ્ટ સીરીઝમાં મળ્યું સ્થાન, જાણો ટીમ ઈન્ડિયાની સમગ્ર યાદી

રોહિત શર્મા ઈજાગ્રસ્ત થતાં આ બેટ્સમેનને ટેસ્ટ સીરીઝમાં મળ્યું સ્થાન, જાણો ટીમ ઈન્ડિયાની સમગ્ર યાદી

  • Share this:
મુંબઈ : બીસીસીઆઈ (BCCI)એ મંગળવારે ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમ (Team India)ની જાહેરાત કરી દીધી. ટીમમાં લાંબા સમય બાદ પૃથ્વી શૉ (Prithvi Shaw)ની વાપસી થઈ છે. બીજી તરફ ઈશાંત શર્મા (Ishant Sharma)ને ફિટનેસ ટેસ્ટ પાસ કરવાની શરતે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ટીમની કેપ્ટન્સી વિરાટ કોહલી (Virat Kohli)ને આપવામાં આવી છે. બીજી તરફ અજિંક્ય રહાણે (Ajinkya Rahane) ટીમના વાઇસ-કેપ્ટન હશે. રોહિત શર્મા (Rohit Sharma) ઈજાના કારણે ટીમથી બહાર થઈ ગયો છે. બીજી તરફ કે.એલ. રાહુલને પણ ટેસ્ટ સીરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. ટી20 સીરીઝમાં સામેલ કરવામાં આવેલા નવદીપ સૈનીને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.

15 મહિના બાદ પૃથ્વી શૉની વાપસી

પૃથ્વી શૉ પર ડોપિંગના કારણે લાગેલા 8 મહિનાના પ્રતિબંધ બાદ ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર વાપસી કરી હતી. શૉએ પ્રતિબંધ બાદ પોતાની પહેલી મેચમાં સૈયદ મુશ્તાક અલી ટ્રૉફીમાં આસામની વિરુદ્ધ 39 બોલમાં 63 રનની ઇનિંગ રમી હતી. બીજી તરફ ટૂર્નામેન્ટમો વધુ બે અડધી સદી ફટકારી હતી. પૃથ્વી શૉએ 30 લિસ્ટ એ મેચોમાં 43.33ની સેરરાશ અને 119.37ના સ્ટ્રાઇક રેટથી 1300 રન કર્યા છે.ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શૉ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, ઋદ્ધિમાન સાહા, ઋષભ પંત, આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, નવદીપ સૈની અને ઈશાંત શર્મા.

બંને ટીમોની વચ્ચે બે ટેસ્ટ મેચોની સીરિઝ 21 ફેબ્રુઆરીથી રમાશે. પહેલી ટેસ્ટ મેચ 21થી 25 ફેબ્રુઆરી સુધી વેલિંગટનમાં રમાશે. બીજી ટેસ્ટ 29 ફેબ્રુઆરીથી 4 માર્ચ દરમિયાન ક્રાઇસ્ટચર્ચમાં રમાશે.

આ પણ વાંચો, મોહમ્મદ શમીને ન્યૂઝીલેન્ડમાં મળ્યા ખુશખબર, પરિવારમાં થયો દીકરીનો જન્મ


 
First published: February 4, 2020, 8:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading