સ્ટડીમાં દાવો: વાંસમાંથી બનાવેલા બેટ બોલરો માટે બનશે માથાનો દુખાવો, હિટિંગ માટે છે શ્રેષ્ઠ

  • Share this:
નવી દિલ્લી:  ક્રિકેટમાં ઉપયોગી થતુ પારંપરિક ઈંગ્લિશ વીલો સામે એક મજબૂત વિકલ્પ ઊભો સામે આવ્યો છે. બ્રિટનમાં કરેલ એક રિસર્ચ અનુસાર વાંસથી બનેલ ક્રિકેટ બેટ માત્ર વીલોનો એક વિકલ્પ નથી, પરંતુ તેના સ્વીટ સ્પોટ પણ અદભુત છે અને વધુ ટકાઉ પણ છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીની સ્ટડી અનુસાર વિલોની તુલનામાં વાંસ 22 % વધુ કડક છે. કડક હોવાને કારણે આ બેટથી  બેટિંગ કરવાથી બોલ અનેકગણી વધુ સ્પીડ સાથે જાય છે. બેટના સ્વીટ સ્પોટ (એક એવી જગ્યા, જેના પર બોલ વાગવાથી બોલ ખૂબ જ સ્પીડ સાથે જાય છે) ખૂબ જ અદભુત છે.

કેમ્બ્રિજ સેન્ટર ફોર નેચરલ મટીરિયલ ઈનોવેશનના ડૉ.દર્શિલ શાહ જણાવે છે કે, “આ એક બેટ્સમેનનું સપનું છે. વાંસના ક્રિકેટ બેટનો સ્વીટ સ્પોટથી યોર્કર પર ચોગ્ગા મારવામાં સરળતા રહે છે. આ બેટ દરેક પ્રકારના સ્ટ્રોક માટે રોમાંચક છે.” રમતગમત એન્જિનિંયરીંગ અને પ્રોદ્યોગિકી જર્નલમાં પ્રકાશિત થયેલ સ્ટડી જણાવે છે કે, એક ક્રિકેટ બેટને ચીરેલા વાંસથી બનાવવામાં આવે છે. આ વાંસનું બેટ પારંપરિક વીલો કરતા વધુ ડેન્સિટી ધરાવે છે.

વીલો બેટની તુલનામાં વાંસના બેટ વધુ વજનદાર હોય છે. ડૉ. શાહ અંડર-19 ક્રિકેટર રહી ચૂક્યા છે, તેમણે જણાવ્યું કે આ બેટ માટે તેઓ કામ કરી રહ્યા છે. રિસર્ચર્સે દાવો કર્યો છે કે ચીરેલા વાંસનો ઉપયોગ કરીને બેટ બનાવવાથી ક્રિકેટને વધુ ટકાઉ બનાવી શકાય છે અને તેની વૈશ્વિક અપીલને પ્રોત્સાહન મળશે.

આ પણ વાંચો: શ્રીલંકન ખેલાડીઓને મોટો ઝટકો, આ કારણે થશે પ્લેયરોની સેલરીમાં 35 ટકાનો ઘટાડો

આ પણ વાંચો: The Hundred : મહિલા ટી-20ની નંબર 1 બેટ્સમેન શેફાલી વર્મા આ ટીમમાંથી રમશે

સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે, “ચીરેલા વાંસનો ઉપયોગ કરવાથી ક્રિકેટ વધુ ટકાઉ રમત બની શકે છે, વીલોની માંગમાં ઘટાડો થઈ રહ્યો છે. વૈશ્વિક સ્તર પર બેટની માંગ તેજીથી વધી શકે છે. જે માટે વાંસના બેટ એક યોગ્ય વિકલ્પ હોઈ શકે છે તથા તે સસ્તા પણ છે. (વીલોના આવશ્યક 15 વર્ષોની તુલનામાં વાંસને પરિપક્વ થવા માટે 7 વર્ષની આવશ્યકતા છે) તે યોગ્ય માત્રામાં પણ ઉપલબ્ધ છે.”

ડૉ. દર્શિલ શાહે ગાર્ડિયનને આપેલ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, “આ એવા દેશોમાં પણ પ્રચલિત છે, જે ચીન, જાપાન, દક્ષિણ અમેરિકાની જેમ ક્રિકેટને પણ અપનાવી રહ્યા છે.”
First published: