બોલ ટેમ્પરિંગ કેસ: મીડિયા સામે રડી પડ્યો સ્મિથ, કહ્યું- જિંદગીની સૌથી મોટી ભૂલ

News18 Gujarati
Updated: March 29, 2018, 4:16 PM IST
બોલ ટેમ્પરિંગ કેસ: મીડિયા સામે રડી પડ્યો સ્મિથ, કહ્યું- જિંદગીની સૌથી મોટી ભૂલ

  • Share this:
બોલ ટેંપરિંગ કેસમાં દોષી સ્ટીવન સ્મિથ મીડિયા સામે આવ્યો અને પ્રશ્નોના જવાબ આપતા-આપતા ધ્રુસકે-ધ્રુસકે રોઈ પડ્યો. સ્ટીવન સ્મિથે આને પોતાના કરિયરની સૌથી મોટી ભૂલ ગણાવી. તેમણે ઓસ્ટ્રેલિયાના તમામ ક્રિકેટ ફેંસ સામે માફી માંગી. તેમણે કહ્યું કે, આ મારી કપ્તાનીની સૌથી મોટી નિષ્ફળતા છે.

તમને આ ઘટનાની એક સાઈડ ઈફેક્ટ પણ જણાવી દઈએ. સ્ટીવન સ્મિથની બાયોગ્રાફીની બુક 29 ડોલરમાં મળી રહી હતી, જે ટેંપરિંગ કેસ બાદ 2 ડોલરમાં પણ લોકો લેવા તૈયાર નથી.  ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ રસિકો સ્ટીવન સ્મિથને લોકો પોતાનો આદર્શ માનતા હતા, તેના ફેંસ તેની બાયોગ્રાફી પુસ્તક ખરીદવા 29 ડોલર પણ ખર્ચ કરતા હતા.સ્ટીવન સ્મિથે કહ્યું કે, હું મારી આ ભૂલને સ્વીકાર કરૂ છું, હું આ ભૂલ પર હંમેશા પછતાતો રહીશ. સ્ટીવન સ્મિથે રોતા-રોતા કહ્યું કે, આ મારી નજરમાં ઓસ્ટ્રેલિયા તરફથી પહેલી બોલ ટેંપરિંગની ઘટના હતી, હું તમને ભરોસો અપાવું છું કે, હવે આવું ક્યારે પણ નહીં બને.

સ્ટીવન સ્મિથે તે બાળકોને પણ મેસેજ કર્યો, જે તેમને પસંદ કે ફોલો કરે છે. સ્મીતે કહ્યું કે, હું તમામ બાળકો સામે માપી માંગું છું. હું ક્રિકેટને પસંદ કરૂ છું. આ દર્દ માટે હું તમામ ઓસ્ટ્રેલિયનની માફી માંગું છું.

સાઉથ આફ્રિકા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચમાં બેટ્સમેન બેનક્રોફ્ટ બોલ ટેંમ્પરિંગ કરતા કેમેરામાં કેદ થયો હતો. આ કાંડ બાદ કપ્તાન સ્ટીવન સ્મિથે પ્રેસ કોન્ફરન્સમાં નિવેદન આપ્યું કે, તેમણે આની પ્લાનિંગ કરી હતી. આમાં સ્ટીવન સ્મિથ સાથે ડેવિડ વોર્નર પણ શામેલ હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તપાસ બાદ આ ત્રણે ખેલાડીઓને સાઉથ આપ્રિકાથી ઓસ્ટ્રેલિયા પાછા બોલાવી લીધા હતા. અને હવે આ બંને પર 1 વર્ષનો પ્રતિબંધ પણ લગાવી દેવામાં આવ્યો છે. જ્યારે બેનક્રાફ્ટને 9 મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.


સ્ટીવન સ્મિથને રાજસ્થાન રોયલ્સની કપ્તાનીમાંથી હટાવ્યાની સાથે-સાથે આઈપીએલમાંથી પણ બર્ખાસ્ત કરવામાં આવ્યો છે. આ સાથે હવે તે ભારત વિરુદ્ધ આ વર્ષે યોજાનાર સીરિઝમાં પણ તે નહીં રમી શકે.
First published: March 29, 2018
વધુ વાંચો
अगली ख़बर