CRICKET BALL : ક્રિકેટ બોલ વિશેનું સંપૂર્ણ જ્ઞાન, જાણો કેવી રીતે બને, ક્યું મટિરિયલ વપરાય, સાઇઝ કેટલી હોય?

ક્રિકેટના બોલ વિશેની અજાણી વાતો ખરેખર જાણવા જેવો છે આ વિષય

Cricket Ball : આજના આ આર્ટિકલમાં અમે આપને આ અંગેની તમામ માહિતી આપીશું. તમામ માહિતી માટે આર્ટિકલને અંત સુધી વાંચો.

 • Share this:
  ક્રિકેટ (cricket) વિશ્વમાં સૌથી લોકપ્રિય રમતોમાંથી એક છે. વિશ્વમાં અંદાજે ક્રિકેટના 2.5 બિલિયન ફેન્સ છે. ક્રિકેટની સૌથી અગત્યની વસ્તુઓમાંની એક એટલે ક્રિકેટબોલ (cricket ball) કઈ રીતે બને છે, તેનાં મુખ્ય ઉત્પાદકો કોણ છે, તેમાં કયાં મટિરિયલ વપરાય છે તે સવાલ કદાચ આપને પણ ક્યારેકને ક્યારેક તો ઉદ્ભવ્યા જ હશે. આજના આ આર્ટિકલમાં અમે આપને આ અંગેની માહિતી આપીશું. તમામ માહિતી માટે આર્ટિકલને અંત સુધી વાંચો.

  મટીરિયલ  : ક્રિકેટ બોલ 3 મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. લેધર, કોર્ક અને સ્ટ્રીન્ગ. કોર્કથી બોલનો કોર બને છે અને સ્ટ્રીન્ગને બોલની આસપાસ વિંટાળી તેને મજબૂતી આપવામાં આવે છે. જ્યારે લેધર બોલને સામાન્ય રીતે લાલ બોલ માટે વાપરવામાં આવે છે. તેની સંરચનામાં બે ભાગને સ્ટ્રીગથી સ્ટાચ કરવામાં આવે છે.

  ડાયમેન્શન

  ક્રિકેટ બોલની સાઈઝ રમતના પ્રકાર પર આધાર રાખે છે.

  બોલનું વજન- 155.9થી 163 ગ્રામ

  બોલનું પરિધ- 22.4થી 22.9 સેમી

  મહિલા ક્રિકેટ માટે બોલનું વજન – 140થી 150 ગ્રામ

  બોલનો પરિધ – 20.5થી 22 સેમી

  જુનિયર ક્રિકેટ માટે બોલનું વજન – 130થી 144 ગ્રામ

  બોલનો પરિધ- 20.5થી 22 સેમી

  આ પણ વાંચો : 5 દિગ્ગજ ખેલાડીઓ જેમનું કરિયર રાહુલ દ્રવિડ એરામાં સમાપ્ત થઈ શકે છે, પહેલું નામ આશ્ચર્યજનક

  નિયમો

  જો બોલ ડેમેજ હોય તો તેને મેચની શરૂઆત પહેલા બદલી લેવો. નવી ઈનિંગની શરૂઆતમાં નવો બોલ હોવો જોઈએ.

  જો મેચ એકથી વધુ દિવસ ચાલે તો નિશ્ચિત ઓવરો પછી બોલ બદલી નાંખવો.

  એક બોલથી 75થી વધુ ઓવર નાંખવી નહીં.

  ફર્સ્ટ ક્લાસ અને ટેસ્ટ ક્રિકેટ ગેમમાં 80 ઓવર પછી બોલ બદલવામાં આવે છે.

  જો બોલ ખોવાઈ જાય તો તે જ કંડિશનનો અન્ય બોલ વાપરવામાં આવે છે.

  ક્રિકેટ બોલ મેન્યુફેક્ચરિંગ બ્રાન્ડ

  કુકાબુરા વિશ્વની સૌથી પ્રસિધ્ધ બોલ મેન્યુફેક્ચર કંપની છે. ટી-20 અને વન ડે માં આ કંપનીના બોલ વાપરવામાં આવે છે. આ સાથે જ ડ્યુક્સના બોલ વેસ્ટ ઇન્ડિઝ અને ઈગ્લેન્ડમાં ટેસ્ટ મેચ માટે ઉપયોગમાં લેવાય છે.

  આ પણ વાંચો : ઈન્ગલેન્ડના ક્રિકેટરે સેમ બિલિંગ્સે ટેનિસ ખેલાડી સાથે માલદીવમાં સગાઈ કરી, શેર કરી રોમેન્ટિક તસવીરો

  Kookaburra Cricket Ballsમાં શું છે ખાસ

  કુકાબુરા 125 વર્ષોથી બોલનું ઉત્પાદન કરે છે. તેથી તે વિશ્વની સૌથી પ્રસિધ્ધ બોલ ઉત્પાદન કંપની છે. આ બોલ નવી ટેક્નોલોજી અને હાઈક્વોલિટીના રો મટેરિયલમાંથી બનાવવામાં આવે છે. કુકાબુરા બોલ 1946થી લાલ બોલનું ઉત્પાદન કરે છે.

  ટર્ફ ક્રિકેટ બોલ

  ટર્ફ બોલ કુકાબોરા બોલની ફ્લેગશીપ છે. આ બોલમાં નેચરલ કોર્કના 5 લેયર છે. આ બોલનું કવર લેધરનું બનાવવામાં આવે છે.

  કુકાબુરાના કોમ્પીટીટર સિંગલ મોલ્ડેડ સેન્ટરથી બોલનું ઉત્પાદન કરે છે જ્યારે કુકાબુરામાં 5 લેયર હોય છે, જે બોલને વધુ કન્ટ્રોલેબલ બનાવે છે અને સારો બાઉન્સ આપે છે.

  વ્હાઈટ ક્રિકેટ બોલ

  1977માં કુકાબુરા દ્વારા વ્હાઈટ ટર્ફ બોલ બનાવવાની શરૂઆત કરવામાં આવી. આ બોલ વન ડે લિમિટેડ ઓવર અને ડે નાઈટ ટેસ્ટ ક્રિકેટ મેચમાં વાપરવા માટે બનાવવામાં આવ્યો.

  વ્હાઈટ હોલ બનાવવા માટે જે લેધર વાપરવામાં આવે છે, તે કુદરતી છે અને ઓફવ્હાઈટ કલરમાં આવે છે. જેને એકદમ સફેદ બનાવવામાં આવે છે, જેથી તે સરળતાથી જોઈ શકાય. જો કે વ્હાઈટ બોલના વપરાશની સાથે તે ગંદો થાય છે અને તેમાં ડિસકલરેશન આવે છે. તેથી દરેક ઈનિંગમાં 2 વ્હાઈટ બોલ વાપરવામાં આવે છે.

  પિંક ક્રિકેટ બોલ

  વ્હાઈટ ક્રિકેટ બોલની સફળતા બાદ લાઈટમાં ક્રિકેચ રમવા માટે પિંક બોલની શરૂઆત કરવામાં આવી છે. આ બોલને પોર ડે અને ફાઈવ ડે ક્રિકેટમાં વાપરવામાં આવે છે. આ બોલ કલર કોન્ટ્રાસ્ટમાં પરફેક્ટ છે

  આ પણ વાંચો : MS Dhoni : વિશ્વનું સૌથી મોંઘું બેટ હતું ધોની પાસે, લાખોમાં મળી હતી કિંમત, જાણીને ચોંકી જશો!

  ક્રિકેટ બોલ બનાવવામાં કેટલો સમય લાગે છે?

  એક બોલ બનાવવામાં બેથી ત્રણ અઠવાડિયાનો સમય લાગે છે. જો કે ખરેખર આ બોલ બનાવવામાં 2થી 3 અઠવાડિયાથી ઓછો સમય લાગે છે. બોલને રેસ્ટ આપવામાં આવે છે, તેથી તેને સંપૂર્ણ તૈયાર થવામાં આટલો સમય લાગે છે.

  વિવિધ પ્રકારના કુકાબુરા બોલ

  કુકાબુરા 50 પ્રકારના વિવિધ બોલનું ઉત્પાદન કરે છે. આ બોલ વિવિધ પ્રકારના ગ્રેડ, સાઈઝ અને કલરમાં બને છે. આ બોલ સ્ટેટ, જુનિયર અને ક્લબ ક્રિકેટમાં વાપરવામાં આવે છે. આ સાથે જ ઈનડોર અને જુનિયર ગેમ્સમાં પણ વાપરવામાં આવે છે.
  Published by:Jay Mishra
  First published: