ક્યારેક ટેસ્ટ મેચમાં સદી ફટકારવી પણ મુશ્કેલ માનવામાં આવતું હતું, પરંતુ હવે તો વન-ડે અને ટી-20ની વાત બાજુ પર મુકો, હવે તો T-10માં સદી થવા લાગી છે.
જીહાં, પાકિસ્તાનના યુવા બેટ્સમેન બાબર આજમે શાહીદ આફ્રીદી ફાઉન્ડેશન દ્વારા આયોજીત ટી-10 મેચમાં માત્ર 26 બોલમાં સદી ફટકારી નવો ઈતિહાસ રચ્યો છે.
પાકિસ્તાનના ફૈસલાબાદમાં રમવામાં આવેલ આ ટી-10 ચેરિટી મેચમાં શાહિદ આફ્રિદી ફાઉન્ડેશન રેડ અને ગ્રીન ટીમ વચ્ચે મુકાબલો થયો. જેમાં બાબરે સદી ફટકારી, બાબરે 11 છગ્ગા અને સાત ચોગ્ગાની મદદથી સદી ફટકારી, એટલે કે 94 રન તેને સીધા બ્ઉન્ડ્રીના સહારે બનાવ્યા, જ્યારે 6 રન જ સિંગલ-ડબલ લઈ બનાવ્યા. તેનો સ્ટ્રાઈક રેટ 384.6 રહ્યો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર