India vs. England: અક્ષર પટેલે રચ્યો ઈતિહાસ, આવું કરનારો દુનિયાનો બીજો બોલર બન્યો

ચોથી ટેસ્ટ મેચમાં પણ અક્ષર પટેલે પોતાની પહેલી જ ઓવરમાં કમાલ કરી, આ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યા

ચોથી ટેસ્ટ મેચમાં પણ અક્ષર પટેલે પોતાની પહેલી જ ઓવરમાં કમાલ કરી, આ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યા

  • Share this:
    અમદાવાદ. ઈંગ્લેન્ડ (India Vs England)ની વિરુદ્ધ અક્ષર પટેલ (Axar Patel)નું શાનદાર ફોર્મ સતત ચાલુ છે. અક્ષર પટેલ અત્યાર સુધી ત્રણ ટેસ્ટ મેચોમાં 20 વિકેટ ઝડપી ચૂક્યો છે. અમદાવાદ (Ahmedabad)માં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં પણ અક્ષર પટેલે પોતાની પહેલી જ ઓવરમાં કમાલ કરી બતાવ્યો. તેણે બીજા જ બોલ પર ઓપનિંગ બેટ્સમેન ડોમ સિબ્લીને આઉટ કર્યો અને થોડીવાર બાદ જૈક ક્રાઉલીને પણ પેવેલિયન ભેગો કરી દીધો.

    અક્ષર પટેલે 20 વિકેટ લેવા માટે માત્ર 174 રન આપ્યા. અક્ષર પટેલ 20 વિકેટ લેવામાં સૌથી ઓછા રન આપવાના મામલે બીજા નંબર પર છે. તેનાથી આગળ ઓસ્ટ્રેલિયાનો રોલ મેસ્સી છે જેણે 167 રન આપીને 20 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત અક્ષર પટેલે સતત ત્રીજી ઇનિંગમાં પહેલી જ ઓવરમાં વિકેટ ઝડપી છે.

    આ પણ વાંચો, ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ અમદાવાદની આ હૉસ્પિટલમાં લીધી કોરોનાની વેક્સીન, આવી રીતે માન્યો આભાર

    આ પહેલા પિન્ક બોલ ટેસ્ટમાં અક્ષર પટેલે 11 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલ ઈંગ્લેન્ડની વિરુદ્ધ બંને ઇનિંગમાં પાંચ વિકેટ લેનારો માત્ર ત્રીજો ભારતીય બોલર છે. તેના પહેલા લક્મ્સણ શિવારામાકૃષ્ણન, રવિચંદ્રન અશ્વિને પણ આ કારનામો કરી બતાવ્યો છે.

    આ પણ જુઓ, Viral Video: માથે સ્કૂટી ઉચકીને જઈ રહ્યો હતો આ શખ્સ, લોકોએ કહ્યું- મોંઘા પેટ્રોલે કરી દુર્દશા

    અક્ષર પટેલે ડે-નાઇટ ટેસ્ટમાં 11 વિકેટ લેનારો એકમાત્ર બોલર છે. અક્ષર પટેલે પહેલી ઇનિંગમાં 38 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તો બીજી ઇનિંગમાં 32 રન આપીને 5 વિકેટ લીધી હતી.
    Published by:Mrunal Bhojak
    First published: