વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, સ્ટીવન સ્મિથ થયો ઈજાગ્રસ્ત

News18 Gujarati
Updated: May 10, 2019, 7:00 PM IST
વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, સ્ટીવન સ્મિથ થયો ઈજાગ્રસ્ત
સ્ટિવન સ્મિથ (ફાઈલ ફોટો)

પહેલાથી જ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જાય રિચર્ડસન ઈજાગ્રસ્ત થતા વર્લ્ડ કપથી બહાર થઈ ગયા છે, હવે સ્મિથની ઈજા ઓસ્ટ્રેલિયા માટે ચિંતાનો વિષય બની શકે છે.

  • Share this:
જેમ-જેમ વર્લ્ડ કપ નજીક આવી રહ્યો છે, તેમ કેટલાએ મોટા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. હવે સમાચાર છે કે, ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન સ્ટીવન સ્મિથને ઈજા પહોંચી છે. ન્યૂઝિલેન્ડ ઈલેવન વિરુદ્ધ મેચમાં સ્ટીવન સ્મિથના કોણીમાં ઈજા પહોંચી છે. પહેલાથી જ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જાય રિચર્ડસન ઈજાગ્રસ્ત થતા વર્લ્ડ કપથી બહાર થઈ ગયા છે, હવે સ્મિથની ઈજા ઓસ્ટ્રેલિયા માટે ચિંતાનો વિષય બની શકે છે. જોકે, હજુ એ નથી બતાવવામાં આવ્યું કે સ્મિથની ઈજા કેટલી ગંભીર છે.

આઈપીએલમાં પણ પહોંચી ઈજા
તમને જણાવી દઈએ કે, સ્ટીવન સ્મિથને આઈપીએલ મેચ દરમ્યાન પણ કોણીમાં ઈજા પહોંચી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મુકાબલામાં સ્મિથે વોર્નરનો કેચ ડાઈવ લગાવીને પકડ્યો હતો, ત્યારબાદ તેની કોણીમાં ઘણુ દર્દ થયું હતું. સ્ટીવન સ્મિથ આઈપીએલમાંથી પહેલાથી જ કોણીની ઈજાથી પરેશાન હતા.

તે સમયે તેમણે ઈજાને વધારે ગંભીર ન લીધી. સ્મિથે કહ્યું હતું કે, હું ઘણો જોરથી નીચે પટકાયો. ગત વખત કરતા પણ વધારે. સર્જરીના કારણે ક્યારેક દર્દ થાય છે, અને પડવાના કારણે હલકી અસર પડે છે. પરંતુ ડરવાની વાત નથી બધુ બરાબર છે. આ પહેલા સ્મિથે જાન્યુઆરીમાં હાથની કોણીના એક લિગામેન્ટની સર્જરી કરાવી હતી. તે સમયે તે 12 મહિનાના પ્રતિબંધથી ઘરે બેઠો હતો.

સ્મિથે મેચ જીતાડી
ભલેને સ્ટીવન સ્મિથ ન્યૂઝિલેન્ડ ઈલેવન વિરુદ્ધ ઈજાગ્રસ્ત થઈ ગયો પરંતુ તેણે પોતાની ટીમને શાનદાર જીત અપાવી. 287 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન સ્મિથે 108 બોલ પર અમનમ 91 રનની પારી રમી જ્યારે મેક્સવેલે માત્ર 48 બોલમાં 70 રન ફટકાર્યા હતા. ત્યારબાદ વરસાદ થયો અને ઓસ્ટ્રેલિયાને ડકવર્થ લુઈસ નિયમના આધારે 5 વિકેટે જીત મળી હતી.
Published by: kiran mehta
First published: May 10, 2019, 7:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading