Home /News /sport /બોલ ટેમ્પરિંગ વિવાદઃ સ્મિથ અને વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ, IPLમાંથી પણ બહાર

બોલ ટેમ્પરિંગ વિવાદઃ સ્મિથ અને વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ, IPLમાંથી પણ બહાર

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન થયેલા બોલ ટેમ્પરિંગમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને બેનક્રોફ્ટ પર ક્રિકેટ રમવા અંગે પ્રતિબંધ મૂક્યો છે. ઓસ્ટ્રેલિયન મીડિયાના જણાવ્યા પ્રમાણે સ્મિથ અને ડવિડ વોર્નર પર એક-એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ બંને ખેલાડીઓ આગામી બે વર્ષ ટીમનું નેતૃત્વ નહીં કરી શકે. આ ઉપરાંત બેનક્રોફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ત્રણેય ખેલાડીઓ પ્રતિબંધ સામે અપીલ કરી શકે છે. આ માટે ત્રણેયને સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે.

સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર ઇન્ડિયન પ્રીમિયર લીગની 11મી સિઝનમાં પણ નહીં રમી શકે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના નિર્ણય બાદ આઈપીએલના ચેરમેન રાજીવ શુક્લાએ આ અંગેની જાહેરાત કરી હતી. સ્ટીમ સ્મિથ રાજસ્થાન રોયલ્સ અને વોર્નર સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમના ખેલાડી હતા.

નોંધનીય છે કે દક્ષિણ આફ્રિકા સામે ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન બોલર બ્રેનક્રોફ્ટ બોલ ટેમ્પરિંગ કરતો કેમેરામાં કેદ થઈ ગયો હતો. આ કાંડ પછી સ્ટીવ સ્મિથે પ્રેસ કોન્ફરન્સમાં નિવેદન આપી કહ્યું હતું કે આ માટે ટીમના શીર્ષ ખેલાડીઓ દ્વારા પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સ્મિથ અને વોર્નર પણ સામેલ હતા. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તપાસ બાદ ત્રણેય ખેલાડીઓને પરત ઓસ્ટ્રેલિયા મોકલી દીધા હતા, હવે તેમના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

આ પ્રતિબંધ પ્રમાણે હવે ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ ભારતમાં વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં નહીં રહી શકે. ભારતીય ટીમ આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. અહીં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ, ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચ રમશે.

આ પણ વાંચોઃ
First published:

Tags: Cricket Australia, David warner