ભારતની વિરુદ્ધ વન ડે સીરિઝ માટે આસ્ટ્રેલિયન ટીમની જાહેરાત, વર્લ્ડ કપ રમનારા 7 ખેલાડી બહાર!

News18 Gujarati
Updated: December 17, 2019, 9:22 AM IST
ભારતની વિરુદ્ધ વન ડે સીરિઝ માટે આસ્ટ્રેલિયન ટીમની જાહેરાત, વર્લ્ડ કપ રમનારા 7 ખેલાડી બહાર!
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ રમનારા 7 ખેલાડીઓને પડતાં મૂકી સૌને ચોંકાવ્યા, માર્નસ લાબુશેન વનડેમાં કરશે ડેબ્યૂ

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ રમનારા 7 ખેલાડીઓને પડતાં મૂકી સૌને ચોંકાવ્યા, માર્નસ લાબુશેન વનડેમાં કરશે ડેબ્યૂ

  • Share this:
નવી દિલ્હી : ભારતની વિરુદ્ધ આગામી મહિને રમાનારી ત્રણ મેચોની વન ડે સીરિઝ (India vs Australia) માટે ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આસ્ટ્રેલિયન ટીમે પોતાની ટીમમાં ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ રમનારા 7 ખેલાડીઓને ટીમમાં સ્થાન નથી આપ્યું. આ ખેલાડીઓમાં ગ્લેન મેક્સવેલ, નાથન લાયન અને માર્કસ સ્ટોયરિસ જેવા નામ સામેલ છે. ટેસ્ટ ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરનારા માર્નસ લાબુશેનને 14 સભ્યોની ટીમનો હિસ્સા બનાવવામાં આવ્યો છે. બીજી તરફ હેજલવુડની વનડેમાં વાપસી થઈ છે. મોટા સમાચાર એ છે કે વન ડે સીરિઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં એન્ડ્રયૂ મેકડૉનલ્ડને હેડ કોચ બનાવવામાં આવ્યા છે, જ્યારે જસ્ટિન લેંગરને આરામ આપવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત


ઓસ્ટ્રેલિયન ટીમનું સુકાન એરૉન ફિન્ચ સંભાળશે, જ્યારે એલેક્સ કૈરી અને પૈટ કમિન્સ તેના વાઇસ કેપ્ટન હશે. ટીમમાં 5 ફાસ્ટ બોલરોને સ્થાન આપવામાં આવ્યું છે. બીજી તરફ એડમ જમ્પા અને એશ્ટન એગરને બે સ્પીનર્સ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. મોટા સમાચાર માર્નસ લાબુશેનને વનડે ટીમમાં સ્થાન મળવાના છે. લાબુશેન ટેસ્ટ ફોર્મેટમાં જોરદાર ફોર્મમાં છે, પરંતુ આપને જણાવી દઈએ કે આ બેટ્સમેને પોતાની જાતને વનડે ફોર્મેટમાં પણ પુરવાર કર્યો છે. લાબુશેને હાલમાં જ માર્શ વનડે કપમાં 60થી વધુની સરેરાશથી રન કર્યા હતા.

લાબુશેનને વનડે ટીમમાં પણ સ્થાન મળ્યું.


લાબુશેનના સિલેક્શન પર ઓસ્ટ્રેલિયાના ચીફ સિલેક્ટર ટ્રેવર હૉન્સે કહ્યુ કે પાકિસ્તાનની વિરુદ્ધ રમાયેલી ટી20 સીરીઝમાં અમારા ટૉપ ઑર્ડરે સારું પ્રદર્શન કર્યું, તેને તેને બરકરાર રાખવામાં આવ્યો છે. બીજી તરફ અમને લાગે છે કે માર્નસ લાબુશેન હવે વનડે ફૉર્મેટમાં ડેબ્યૂ કરવા તૈયાર છે, તેણે ક્વીન્સલેન્ડ માટે આ ફૉર્મેટમાં ઘણા રન કર્યા છે.વર્લ્ડ કપ રમનારા 7 ખેલાડી બહાર

હાલમાં જ ઈંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડ કપમાં ટીમનો હિસ્સો રહેલા ઉસ્માન ખ્વાજા, શૉન માર્શ, નાથન કૂલ્ટર નાઇલ, ગ્લેન મેક્સવેલ, નાથન લાયન અને માર્કસ સ્ટોયનિસને બહાર કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ જેસન બેહરનડૉર્ફ ઈજાના કારણે ટીમનો હિસ્સા નથી બની શક્યો.

ગ્લેન મેક્સવેલને પડતો મૂકવામાં આવ્યો છે.


Australia ODI Team for India Tour: ઍરોન ફિન્ચ (કેપ્ટન), સીન એબૉટ, એશ્ટન એગર, એલેક્સ કૈરી, પૈટ કમિન્સ, પીટર હેન્ડ્સકૉમ્બ, જોશ હેજલવુડ, માર્નસ લાબુશેન, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, એશ્ટન ટર્નર, ડેવિડ વૉર્નર અને એડમ જમ્પા.

ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ

નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયન ટીમ ભારતના પ્રવાસ દરમિયાન (India vs Australia) ત્રણ વનડે મેચની સીરીઝ રમશે. પહેલી મેચ 14 જાન્યુઆરીએ મુંબઈમાં રમાશે. બીજી વનડે 17 જાન્યુઆરીએ રાજકોટ અને ત્રીજી વનડે 19 જાન્યુઆરીએ બેંગલુરુમાં રમાશે.

આ પણ વાંચો, સચિન તેંડુલકરની શોધ News18એ પુરી કરી, 19 વર્ષ પહેલા બેટિંગમાં કરી હતી મદદ
First published: December 17, 2019, 9:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading