એશિયા કપના ગ્રૂપ એ માટે પોતાની બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું હતું. આ હારથી પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદ ખુબ જ ઉદાસ લાગ્યા હતા. તેમણે જણાવ્યું કે, કેમ તેમના બેટ્સમેનો એકપછી એક આઉટ થઇગયા. સરફરાઝે જણાવ્યું કે, બેટ્સમેનોએ કુલદીપ યાદવ અને યુજવેનદ્ર ચહલ માટે તૈયારી કરી હતી. જોકે, કેદાર જાધવે તેમને ચોંકાવી દીધા હતા. જેની તેમને આશાર ન્હોતી.
તેમણે વધુંમાં જણાવ્યું કે, સારુ થયું કે અમને આ ખેલાડી વિશે ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ જાણવા મળ્યું. આવી સ્થિતિમાં અમે આ ભૂલ ફરીથી નહીં કરીએ. આગામી મેચમાં અમે વધારે સારી તૈયારી સાથે આવીશું.
આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા (52) અને શિખર ધવન (49) રનની સુંદર ઇનિંગ સાથે ભારતને એશિયા કપ 2018 ગ્રુપ એની પોતાની બીજી મેચમાં પાકિસ્તાનને આઠ વિકેટથી હાર આપી હતી. ભારતે દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટોસ હાર્યું હતું. જોકે, પાકિસ્તાને પહેલા બેટિંગ કરીને 43.1 ઓવરમાં પાકિસ્તાનનો સફાયો કરી દીધો હતો. ત્યાર બાદ 29 ઓવરમાં બે વિકેટ ગુમાવીને લક્ષ્યને મેળવી લીધું હતું. બોલની દ્રષ્ટીએ પાકિસ્તાન ઉપર ભારતની સૌથી મોટી જીત છે.
ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન આઇસીસી ટ્રોફી 2017ની ફાઇનલ પછી પહેલી વખત ટકરાયા હતા. ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઇનલમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું. પરંતુ હવે ભારતે પાકિસ્તાનને હરાવીને હિસાબ પુરો કર્યો છે.
ભારતની ટૂર્નામેન્ટમાં આ સતત બીજી જીત છે. તેણે પોતાની પહેલી મેચમાં હોંગકોંગને 26 રનથી હરાવ્યું હતું. જ્યારે આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની પહેલી હાર છે. પાકિસ્તાને પોતાની પહેલી મેચમાં હોંગકોંગને આઠ વિકેટથી હરાવ્યું હતું.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર