પાકિસ્તાન સામે રમાયેલા સુપર 4ની બીજી મેચમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા સારી બેટિંગ કરતા નજર આવી રહ્યા છે. તેમણે નવ ડેની 19મી સદી ફટકારી હતી. રોહિતે આ દરમિયાન આફ્રીદીના બોલ ઉપર એક આસાન જીવનદાન મળ્યું હતું પરંતુ ત્યારબાદ તેમણે પાકિસ્તાની બોલરોને કોઇ જ તક આપી નહીં.
ઉલ્લેખનીય છે કે, ટોસ સમયે એક રસપ્રદ વાત થઇ હતી. પાકિસ્તાનને ટોસ જીતી અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તો રમીઝ રાઝે રોહિત શર્મા સાથે વાતચીત દરમિયાન પૂછ્યું હતું કે, આજે જ્યારે અર્ધશતક બનાવો છો તો આંકડા કહે છે કે ભારતીય ટીમનો સ્કોર તેજીથી વધશે. શું આજે તમે આજે આ હેતું થી ઉતરશો?
ત્યાર બાદ રોહિતે રસપ્રદ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, અમે પ્રયત્ન કરીશું કે ટીમને એક વખત ફરીથી સારી શરુઆત આપવામાં આવે. એ જરૂરી છે કે અમે સારું રમીએ અને વિકેટ ન ગુમાવીએ. જો ઓપનર સારી શરુઆત કરે તો ભારતીય ટીમની શરૂઆત સારી જ હોય છે.
જેવી વાત રોહિતે ટોસ હાર્યા પછી કહી અને નિભાવી પણ ખરી. અને શિખર ધવનની સાથે પહેલી વિકેટની સાથે 210 રનોની ભાગીદારી કરી હતી. આ દરમિયાન બંને ઓપનરોએ શદી ફટકારી., શિખર ધવન 114 રન બનાવીને આઉટ થયા જ્યારે રોહિત શર્મા 111 રન બનાવીને અણનમ રહ્યા હતા. ટીમ ઇન્ડિયાએ 39.3 ઓવરમાં જ નિર્ધારીત લક્ષ્ય 238-1નો સ્કોર મેળવ્યો હતો. શિખર ધવનને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર