આ ભારતીય બોલરે કોચને આપી ગાળો, ટીમમાંથી તગેડી મૂકાયો!

News18 Gujarati
Updated: December 25, 2019, 8:59 AM IST
આ ભારતીય બોલરે કોચને આપી ગાળો, ટીમમાંથી તગેડી મૂકાયો!
અશોક ડિંડાએ બોલિંગ કોચને ગાળો આપી. (ફાઇલ તસવીર)

ફાસ્ટ બોલર અશોક ડિંડાએ બોલિંગ કોચ રણદેવ બોસને અપશબ્દો કહ્યા, બંગાળ રણજી ટીમમાંથી હાંકી કઢાયો

  • Share this:
કોલકાતા : ભારત (Team India) માટે 13 વનડે અને 9 ટી20 મેચ રમનારા અશોક ડિંડા (Ashoke Dinda Abuse Bowling Coach)ને બંગાળની રણજી ટીમ (Bengal Ranji Team)થી બહાર કરી દેવામાં આવ્યો છે. અશોક ડિંડા પર રણજી ટ્રોફી (Ranji Trophy) મેચ પહેલાં બંગાળના બોલિંગ કોચ સાથે ગેરવર્તણૂંક કરવાનો આરોપ લગાવ્યો છે. પ્રથમ શ્રેણી ક્રિકેટ (First Class Cricket)માં 420 વિકેટ લેનારા અશોક ડિંડા પર આરોપ છે કે તેણે મંગળવારે બંગાળના બોલિંગ કોચ રણદેવ બોસ (Ranadev Bose)ને અપશબ્દો કહ્યા. આ ઘટના બાદ બંગાળ ક્રિકેટ એસોસિએશને બેઠક બોલાવી ત્યારબાદ ડિંડા પર અનુશાસનાત્મક કાર્યવાહી કરતાં તેને આંધ્ર પ્રદેશની વિરુદ્ધ રમાનારી મેચ પહેલાં ટીમમાંથી બહાર કરી દીધો છે.

ડિંડાએ માફી માંગવાનો કર્યો ઇન્કાર

ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ મુજબ, અશોક ડિંડા (Ashoke Dinda)ને ટીમથી બહાર કરતાં બંગાળ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરીએ બેઠક બોલાવી જ્યાં ડિંડા અને બોલિંગ કોચ બોસને બોલાવવામાં આવ્યા. બેઠકમાં ડિંડાને બોસથી માફી માંગવા માટે કહેવામાં આવ્યું, પરંતુ ડિંડાએ તેવું કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. બંગાળ ક્રિકેટ એસોસિએશને કહ્યું કે જો ડિંડા માફી માંગી લેત તો તેને ટીમથી બહાર ન કરવામાં આવતો, કારણ કે આંધ્ર પ્રદેશની વિરુદ્ધ રમાનારી મેચ માટે અશોક ડિંડા બંગાળની ટીમ માટે મહત્વપૂર્ણ ખેલાડી હતો.

અશોક ડિંડા અને રણદેવ બોસ (ફાઇલ તસવીર)


ડિંડાએ કોચને કેમ આપી ગાળો?

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ટીમના પ્રેક્ટિસ સેશન પહેલા રણદેવ બોસ કોલકાતાના કેપ્ટન અભિમન્યૂ ઈશ્વરન સાથે વાતચીત કરી રહ્યા હતા. ત્યારબાદ ડિંડાએ ડ્રેસિંગ રૂમમાં રણદેવ બોસ સાથે બૂમો પાડીને વાત કરી. ડિંડાને લાગ્યું કે બોસ તેના વિશે ઈશ્વરનને કંઈક કહી રહ્યા છે. જોકે, બંગાળ ક્રિકેટ એસોસિએશને દાવો કર્યો કે બંગાળના કેપ્ટન ઈશ્વરન અને કોચ બોસ ટીમની રણનીતિ પર ચર્ચા કરી રહ્યા હતા. ત્યારબાદ ડિંડાને કોચ બોસથી માફી માંગવા માટે કહેવામાં આવ્યું પરંતુ તેણે સ્પષ્ટપણે ના પાડી દીધી. નોંધનીય છે કે, રણદેવ બોસ અને અશોક ડિંડાની વચ્ચે પહેલા પણ અનેકવાર બોલાચાલી થઈ ચૂકી છે. બોસ જ્યારે બંગાળ રણજી ટીમમાં રમતા હતા તો ડિંડા અને તેમની વચ્ચે સારા સંબંધો નહોતા.
અશોક ડિંડાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 420 વિકેટ ઝડપી છે. (ફાઇલ તસવીર)


આ પણ વાંચો, ...જ્યારે સચિન તેંડુલકર માટે ટીમ ઈન્ડિયાએ ગાયું- 'તુજ મેં રબ દિખતા હૈ'
First published: December 25, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading