71 વર્ષ બાદ ઈંગ્લેન્ડનું સોથી શરમજનક પ્રદર્શન, 67 રનમાં ઓલઆઉટ

ઈંગ્લેન્ડ માટે સૌથી વધારે જો ડેનલીએ 12 રન બનાવ્યા. આ સિવાય ઈંગ્લેન્ડનો કોઈ પણ બેટ્સમેન બે આંકડા સુધી પહોંચ્યો નથી.

News18 Gujarati
Updated: August 23, 2019, 9:28 PM IST
71 વર્ષ બાદ ઈંગ્લેન્ડનું સોથી શરમજનક પ્રદર્શન, 67 રનમાં ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 67 રનમાં કર્યું ઓલઆઉટ
News18 Gujarati
Updated: August 23, 2019, 9:28 PM IST
હેડિંગ્લેમાં રમવામાં આવી રહેલી ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાને 179 રન પર ઓલઆઉટ કર્યા બાદ ઈંગ્લેન્ડના ફેન્સને પોતાની ટીમ તરફથી સારા પ્રદર્શનની આશા હતી. પરંતુ, એવું બન્યું નહીં. ઓસ્ટ્રેલિયાના બોલરોએ જોરદાર પલટવાર કરતા ઈંગ્લેન્ડના ડાંડીયા ડુલ થઈ ગયા અને માત્ર 67 રનમાં જ ઓલઆઉટ કરી દીધી. હેડિંગ્લે ટેસ્ટની પહેલી પારીમાં ઈંગ્લીશ બેટ્સમેન માત્ર 27.5 ઓવર સુધી જ મેદાનમાં ટકી શક્યા. તેમનો માત્ર એક બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યો. ઓસ્ટ્રેલિયાએ પહેલી પારીમાં 112 રનની લીડ મેળવી લીધી છે.

જોશ હેઝલવુડનો કહેર
ઈંગ્લેન્ડને સોથી મોટી ઈજા જોશ હેઝલવુડે પહોંચાડી, જેણે માત્ર 30 રન આપી પાંચ વિકેટ ઝડપી લીધી. હેઢલવુડે કરિયારમાં 7મી વખત પારીમાં 5 વિકેટ લીધી છે. તેના સિવાય ફાસ્ટ બોલર પેટ કમિંસે 3 અને જેમ્સ પેટિંસને 2 વિકેટ લીધી છે.

ઈંગ્લેન્ડ માટે સૌથી વધારે જો ડેનલીએ 12 રન બનાવ્યા. આ સિવાય ઈંગ્લેન્ડનો કોઈ પણ બેટ્સમેન બે આંકડા સુધી પહોંચ્યો નથી. બર્ન્સ, રોય 9-9 રન બનાવી આઉટ થયા, કપ્તાન રૂટ તો ખાતુ પણ ન ખોલી શક્યો. સ્ટોક્સ 8 રન પર પોવેલિયન ભેગો થયો. બેયરસ્ટો-4, બટલર માત્ર 5 રન બનાવી આઉટ થયો. આ રીતે ઈંગ્લેન્ડની ટીમ માત્ર 27.5 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ.71 વર્ષ બાદ આટલું શર્મજનક પ્રદર્શન
Loading...

તમને જણાવી દઈએ કે, ઈંગ્લેન્ડનો 67 રનનો સ્કોર તેનો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 71 વર્ષનો સૌથી ખરાબ પ્રદર્શન છે. આ પહેલા 1948માં તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આનાથી પણ ઓછા રન બનાવ્યા હતા. વર્ષ 2019માં ઈંગ્લેન્ડનું પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું છે. આ ટીમ આ વર્ષે 3 વખત 100થી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ચુકી છે.
First published: August 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...