Home /News /sport /અસગર અફઘાને બનાવ્યો વર્લ્ડ Record, ધોનીને પાછળ છોડી ટી-20નો સૌથી સફળ કેપ્ટન બન્યો

અસગર અફઘાને બનાવ્યો વર્લ્ડ Record, ધોનીને પાછળ છોડી ટી-20નો સૌથી સફળ કેપ્ટન બન્યો

અસગર અફઘાને ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

શનિવારે અફઘાનિસ્તાને ત્રીજી ટી 20 માં ઝિમ્બાબ્વેને 47 રનથી હરાવ્યું હતું. આ સાથે ટીમે ત્રણ મેચની શ્રેણી પણ 3-૦થી જીતી લીધી છે.

  નવી દિલ્હી : અસગર અફઘાને (Asghar Afghan) ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અફઘાનિસ્તાનનો કેપ્ટન અસગર સૌથી વધારે આંતરરાષ્ટ્રીય ટી 20 મેચ જીતનારો કેપ્ટન બની ગયો છે. કેપ્ટન તરીકે, ટી 20 આંતરરાષ્ટ્રીયમાં આ તેની 42મી જીત છે. તેણે ભારતના મહેન્દ્રસિંહ ધોની (Mahendra singh dhoni) ને પાછળ છોડી દીધો. શનિવારે અફઘાનિસ્તાને ત્રીજી ટી 20 માં ઝિમ્બાબ્વેને 47 રનથી હરાવ્યું હતું. આ સાથે ટીમે ત્રણ મેચની શ્રેણી પણ 3-૦થી જીતી લીધી છે. આ પહેલા બંને ટીમો વચ્ચેની ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબર રહી હતી.

  મેચમાં અફઘાનિસ્તાને પ્રથમ મેચમાં 7 વિકેટે 183 રન બનાવ્યા હતા. નજીબુલ્લા જાદરાને સૌથી વધુ 72 રન બનાવ્યા હતા. તેણે 35 બોલનો સામનો કર્યો. 5 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. ઉસ્માન ગનીએ પણ 39 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન અસગર અફઘાને 24 રન બનાવ્યા. જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 5 વિકેટે 136 રન બનાવી શકી હતી. રાયન બર્લ 39 અને એલેક્ઝાન્ડર રઝા 41 રન બનાવીને અણનમ રહ્યો હતો. તો કરીમ જન્નાટે બે વિકેટ ઝડપી હતી.

  આ પણ વાંચો - જીન્સવાળી યુવતીને જોઈ કોમેન્ટ કરવી રોમિયોને ભારે પડી, જુઓ Video - યુવતીએ જાહેરમાં ધોઈ નાખ્યો

  ધોની કરતા અસગર અફઘાનનો વિજેતા રેકોર્ડ સારો છે

  અસગર અફઘાને મહેન્દ્રસિંહ ધોનીને પાછળ પાડી દીધો છે. અસગર 52 મેચની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે અને 42 માં જીત્યો છે. આ સાથે જ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ 72 મેચમાંથી 41 મેચમાં જીત મેળવી છે. ઇંગ્લિશ કેપ્ટન ઓએન મોર્ગન 33 જીત સાથે ત્રીજા સ્થાને છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન સરફરાઝ અહેમદે 29 મેચ જીતી છે જ્યારે વિન્ડિઝના પૂર્વ કેપ્ટન ડેરેન સામીએ કેપ્ટન તરીકે 27 મેચ જીતી છે.

  આ પણ વાંચોગજબ ઘટના: યુવકે બળાત્કારની કરી કોશિશ, મહિલાએ દાતેડાથી આરોપીનું ગુપ્તાંગ કાપી નાખ્યું, પોલીસ સ્ટેશન પહોંચી

  બે ટીમો સામે 10-10 મેચ જીત્યા

  અસગર અફઘાનના કેપ્ટનશિપ રેકોર્ડની વાત કરીએ તો તેણે આયર્લેન્ડ સામે સૌથી વધુ 12 મેચ જીતી છે. આ સિવાય ઝિમ્બાબ્વે સામે 10 અને યુએઈ-ઓમાન સામે 5-5 મેચ જીતી છે. અફઘાનિસ્તાનને મોટી ટીમો સામે ઓછી મેચ રમવાની તક મળી છે. તો પણ, ટીમના પ્રદર્શનને ઓછો અંદાજી શકાય નહીં.
  Published by:kiran mehta
  First published:

  विज्ञापन
  विज्ञापन