Home /News /sport /આંદ્રે રસેલનો જલવો: સૌથી ઓછા બોલમાં ફટકારી અડધી સદી, જુઓ વિડીયો

આંદ્રે રસેલનો જલવો: સૌથી ઓછા બોલમાં ફટકારી અડધી સદી, જુઓ વિડીયો

આંદ્રે રસેલે સૌથી ઝડપી 50 રન બનાવ્યા (Andre Russell Instagram)

CPLના ઈતિહાસમાં સૌથી ઓછા બોલમાં પહેલીવાર સદી ફટારવામાં આવી છે. રસેલે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન જે.પી. ડ્યુમિનીનો રેકોર્ડ તોડ્યો છે.

Cricket News: આંદ્રે રસેલે (Andre Russell) અડધી સદી (Half Century) ફટકારતા સીપીએલ (CPL 2021)ની ત્રીજી મેચમાં જમૈકા તૈલવાહ ટીમે સેંટ લૂસિયા કિંગ્સને 125 રનથી હરાવી દીધું છે. જમૈકાએ 20 ઓવરમાં 5 વિકેટ પર 255 રન કર્યા હતા. આંદ્રે રસેલે 5મા નંબરે બેટિંગ કરી હતી અને માત્ર 14 બોલમાં ત્રણ ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારીને 50 રન કર્યા હતા. CPLના ઈતિહાસમાં સૌથી ઓછા બોલમાં પહેલીવાર સદી ફટારવામાં આવી છે. રસેલે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન જે.પી. ડ્યુમિનીનો રેકોર્ડ તોડ્યો છે. જે.પી. ડ્યુમિનીએ 15 બોલમાં 50 રન કર્યા હતા. સેંટ લૂસિયાની ટીમ 135 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

ટોસ હારીને બેટીંગ કરનાર ઉત્તરી જમૈકાની ટીમમાંથી ચાડવિક વાલ્ટન અને કીનર લુઈસે શાનદાર શરૂઆત કરી હતી. બંને બેટ્સમેનોએ 36 બોલમાં એકસાથે 81 રન કર્યા હતા. લુઈસે 21 બોલ પર બે ચોગ્ગા અને 5 છગ્ગા મારીને 48 રન કર્યા હતા. 48 રન કરીને તેઓ રોસ્ટન ચેસના બોલ પર આઉટ થયા હતા. વોલ્ટને 29 બોલ પર 47 રન કર્યા હતા. ત્રીજા નંબર પર પાકિસ્તાની બેટ્સમેન્ હૈદર અલીએ 32 બોલ પર 45 રન ફટકાર્યા હતા. કેપ્ટન રોવમેન પોવેલે 26 બોલ પર 38 રન કર્યા હતા. રસેલ જ્યારે મેદાન પર મેચ રમવા ઉતર્યા, ત્યારે માત્ર 17 બોલ બાકી હતા.

આ પણ વાંચો - T20 World Cup 2021: T20 વર્લ્ડ કપમાં આ 10 યુવા ખેલાડીઓ મચાવશે ધમાલ

રિયાઝની એક ઓવરમાં 32 રન કર્યા

સેંટ લૂસિયા તરફથી 19મી ઓવર પર પાકિસ્તાની બેટ્સમેન વહાબ રિયાજ બોલિંગ કરવા આવ્યા હતા. આ ઓવરમાં રસેલે 4 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકારીને 32 રન કર્યા હતા. 19 ઓવર ખતમ થયા બાદ રસેલે 8 બોલમાં 30 રન કર્યા હતા. છેલ્લી ઓવરમાં ઓબેડ મેકોય બોલિંગ કરી રહ્યા હતા. મેકોયની બોલિંગમાં રસેલે બે છગ્ગા અને બે ચોગ્ગા ફટાકાર્યા હતા. રસેલે છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને અડધી સદી પૂરી કરી હતી.
First published:

Tags: Andre russell, Cricketers