અમિતાભ બચ્ચન માટે શોએબ અખ્તરે માંગી દુઆ તો વિરાટ કોહલીને પડી ‘ગાળો’!

અમિતાભ બચ્ચન માટે શોએબ અખ્તરે માંગી દુઆ તો વિરાટ કોહલીને પડી ‘ગાળો’!
ઈરફાન પઠાણ, સુરેશ રૈના, આકાશ ચોપડાએ Big B ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી

ઈરફાન પઠાણ, સુરેશ રૈના, આકાશ ચોપડાએ Big B ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી

 • Share this:
  નવી દિલ્હીઃ સમગ્ર દુનિયા હાલમાં કોરોના વાયરસ (Coronavirus) સામે જંગ લડી રહી છે. ભારત પણ આ સંકટનો સામનો કરી રહ્યું છે. દિગ્ગજ બૉલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) પણ કોવિડ-19ની ઝપટમાં આવી ગયા છે. અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ને શનિવાર મોડી રાત્રે મુંબઈની નાણાવટી હૉસ્પિટલ (Nanavati Hospital)માં દાખલ કરવામાં આવ્યા છે.

  77 વર્ષના અભિનેતા અભિતાભ બચ્ચને જાતે ટ્વિટ કરી પોતાના કોરોના સંક્રમિત થવાની જાણકારી આપી હતી. ત્યારબાદ ક્રિકેટના દિગ્ગજ ખેલાડી પણ તેમના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરવા લાગ્યા.
  પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ ટ્વિટ કરીને કહ્યું કે, આ મુશ્કેલ રાત છે. ચેતન ચૌહાણે પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે અને બિગ બી પણ. સર તમે ઝડપથી સજા થઈ જાઓ.

  આ પણ વાંચો, કોરોના પોઝિટિવ અમિતાભ બચ્ચનની હાલત સ્થિર, આઇસોલેશન વોર્ડમાં દાખલ

  જોકે, અમિતાભ બચ્ચન માટે પ્રાર્થના કરનારા પ્રશંસકોમાં કેટલાક લોકો એવા પણ છે જેઓએ વિરાટ કોહલી પર નિશાન સાધવાનું શરૂ કરી દીધું. મૂળે, બીગ બી કોરોનાગ્રસ્ત થવાના સમાચાર મળતાં જ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ટ્વિટ કર્યું કે અમીતજી આપ ઝડપથી સાજા થઈ જાઓ. પાકિસ્તાનથી પણ આપના પ્રશંસકો દુઆ કરી રહ્યા છે.

  અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન વહેલી તકે સાજા થઈ જાય તે માટે ઈરફાન પઠાણ અને સુરેશ રૈનાએ પણ પ્રાર્થના કરી.
  આ પણ વાંચો, અમિતાભ બચ્ચને કોરોનાના ડરની વચ્ચે સંભળાવી હતી આશાવાદી કવિતા, હવે થઈ રહી છે વાયરલ

  નોંધનીય છે કે અમિતાભ બચ્ચને ટ્વિટમાં લખ્યું હતું કે, હું કોરોના પોઝિટિવ છું. ત્યારબાદ હું હૉસ્પિટલમાં દાખલ છું. હૉસ્પિટલ દ્વારા પ્રશાસનને સૂચિત કરવામાં આવી રહ્યા છે. પરિવાર અને સ્ટાફના ટેસ્ટ થઈ ચૂક્યા છે અને તેમના તપાસ રિપોર્ટ આવવાના છે. આ ઉપરાંત છેલ્લા 10 દિવસમાં મારા સંપર્કમાં જે પણ લોકો આવ્યા છે તેમને મારી વિનંતી છે કે તેઓ પોતાનો ટેસ્ટ કરાવી લે.
  Published by:Mrunal Bhojak
  First published:July 12, 2020, 11:36 am

  ટૉપ ન્યૂઝ