અમિતાભ બચ્ચને શૅર કરી ભવિષ્યની મહિલા ક્રિકેટ ટીમ, શું જીવા બનશે કેપ્ટન?

અમિતાભ બચ્ચને ટીમ ઈન્ડિયાને લઈને મજેદાર ટ્વીટ શૅર કર્યું. (Amitabh Bachchan, Ziva Dhoni -Instagram)

અમિતાભ બચ્ચને ટીમ ઈન્ડિયાને લઈને મજેદાર ટ્વીટ શૅર કર્યું, જાણો શું છે તેમાં ખાસ

 • Share this:
  નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) હાલમાં જ એક દીકરીનો પિતા બન્યો છે. વિરાટ કોહલીએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી આ ખુશખબરી વિશે જણાવ્યું. દીકરી (Virat Kohli Daughter)ના જન્મદિવસની જાણકારી આપ્યા બાદ વિરાટ કોહલી પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. સ્પોર્ટ્સની સાથોસાથ બોલિવૂડ સેલિબ્રિટી પણ વિરાટ અને અનુષ્કા (Anushka Sharma)ને શુભેચ્છાઓ આપી રહ્યા છે. આ બધાની વચ્ચે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ ભવિષ્યની મહિલા ક્રિકેટ ટીમ પણ તૈયાર કરી દીધી છે.

  અમિતાભ બચ્ચને પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટથી એક તસવીર શૅર કરી છે. આ તસવીર પર ટીમ ઈન્ડિયાના 13 ખેલાડીઓના નામ લખ્યા છે, જે દીકરીના પિતા છે. તેની સાથે જ તેની પર લખ્યું છે- ભવિષ્યની મહિલા ક્રિકેટ ટીમ બની રહી છે. અમિતાભ બચ્ચને આ તસવીરને શૅર કરતાં લખ્યું કે- મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ને પણ દીકરી છે. શું તે કેપ્ટન બનશે?

  આ પણ વાંચો, 10 લાખ રૂપિયા કમાવાની તક! વૈષ્ણો દેવી માતાના 5-10 રૂપિયાવાળા સિક્કા કરશે માલામાલ

  આ યાદીમાં સુરેશ રૈના, ગૌતમ ગંભીર, રોહિત શર્મા, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા, હરભજન સિંહ, ઋદ્ધિમાન સાહા, ટી. નટરાજન, ઉમેશ યાદવ અને વિરાટ કોહલીનું નામ લખેલુ; છે. આ તમામ ખેલાડી દીકરીઓના પિતા છે. સોશિયલ મીડિયા પર આ ખેલાડીઓની જેમ તેમની દીકરીઓ પણ ખૂબ પોપ્યૂલર છે.

  આ પણ વાંચો, Ind vs Aus: બ્રિસ્બેનની હોટલમાં કેદ ટીમ ઈન્ડિયા, ખેલાડીઓને જાતે સાફ કરવું પડે છે ટોઇલેટ!

  નોંધનીય છે કે, વિરાટ કોહલીએ ગયા વર્ષે ઓગસ્ટમાં અનુષ્કા શર્માની સાથે એક તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી પોતાના પ્રશંસકોને જણાવ્યું હતું કે તેઓ માતા-પિતા બનવાના છે અને જાન્યુઆરી 2021માં તેમના ઘરે નવું મહેમાન આવવાનું છે. ત્યારબાદ વિરાટ કોહલી ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝન રમવા માટે UAE ગયો હતો. આ દરમિયાન અનુષ્કા પણ તેની સાથે હતી. આઇપીએલ 2020 બાદ વિરાટ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થયો હતો, પરંતુ તેણે પેટરનિટી લીવ લીધી હતી. એવામાં વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટી20 અને વનડે સીરીઝની સાથે પહેલી ટેસ્ટ રમ્યા બાદ સ્વદેશ પરત આવ્યો હતો.
  Published by:Mrunal Bhojak
  First published: