આમિરને અમ્પાયરે બે વખત આપી ચેતવણી, હવે ભૂલ કરી તો બોલિંગ કેન્સલ

નહીં સુધરે તો મેચમાં તે હવે આગળ બોલિંગ નહીં કરી શકે

News18 Gujarati
Updated: June 16, 2019, 4:44 PM IST
આમિરને અમ્પાયરે બે વખત આપી ચેતવણી, હવે ભૂલ કરી તો બોલિંગ કેન્સલ
મોહમ્મદ આમિર (ફોટો-રોયટર્સ)
News18 Gujarati
Updated: June 16, 2019, 4:44 PM IST
વર્લ્ડ કપ 2019ના સૌથી મહત્વના મુકાબલામાં પાકિસ્તાને ટોસ જીતી પ્રથમ બેટિંગ માટે ભારતીય ટીમને મેદાનમાં બોલાવી. મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડના આ મેદાનમાં ભારતીય ઓપનરો કેએલ રાહુલ અને રોહિત શર્માએ ટીમ ઈન્ડીયાને શાનદાર શરૂઆત અપાવી. પરંતુ આ દરમ્યાન પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર કઈક વધારે જ ઉતાવળો જોવા મળ્યા.

પાકિસ્તાન તરપથી બોલિંગની શરૂઆત કરનાર ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર ભારતીય ઓપનરો સામે બોલિંગ કરતા સમયે કેટલીએ વખત પિચની વચમાં આવી ગયો, ત્યારબાદ એમ્પાયરોએ તેમને બે વખત ચેતવણી પણ આપી. જોકે, પાકિસ્તાન ટીમના કપ્તાન સરફરાઝ અહમદે આમિરને ચાર ઓવરો બાદ બોલિંગમાંથી હટાવી દીધો. આમિરે પોતાની શરૂઆતની ચાર ઓવરમાં એક મેડન સાથે 8 રન આપ્યા.

નહીં સુધરે તો મેચમાં તે હવે આગળ બોલિંગ નહીં કરી શકે

પિચની વચ્ચે આવતા બે વખત ચેતવણી આપવામાં આવે છે અને ત્રીજી વખત આવુ કરવા પર મેચમાં બોલિંગ કરવામાંથી રોકી દેવામાં આવે છે. એવામાં મોહમ્મદ આમિર જો નહીં સુધરે તો, તેની બોલિંગ કેન્સલ કરી દેવામાં આવશે. પહેલી ચેતવણી આપતા એમ્પાયરે પાકિસ્તાની ટીમના કપ્તાન સરફરાઝ અહમદ સાથે પણ વાત કરી હતી.

આ રીતે સીમા પાર કરી ગયો આમિર
મોહમ્મદ આમિરે પહેલી ઓવર મેડન ફેંકી અને ત્યારબાદ તે પીરીની ત્રીજી અને પોતાની બીજી ઓવર નાખવા આવ્યો. ત્રીજી બોલ પર તે ફરી પિચની વચમાં આવી ગયો, અને અમ્પાયરે તેમને પહેલી અધિકારીક ચેતવણી આપી.
Loading...

શું કહે છે નિયમ
કોઈ બોલર પોતાના ફોલોથ્રૂમાં કોઈ કારણ વગર પ્રતિબંધિત ક્ષેત્રમાં પગ નથી રાખી શકતો. જો તે ત્રણ વખત આવું કરે ચે તો, તેને મેચમાં બોલિંગ કરવા પર રોક લગાવી દેવામાં આવે છે. આવુ કરવા પર એમ્પાયર ફિલ્ડીંગ કરી રહેલી ટીમના કપ્તાનને નિર્દેશ આપે છે.
First published: June 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...