અફઘાનિસ્તાનમાં થયેલા બ્લાસ્ટમાં અમ્પાયર બિસ્મિલ્લાહ જન શિનવારીનું મોત

News18 Gujarati
Updated: October 4, 2020, 10:10 AM IST
અફઘાનિસ્તાનમાં થયેલા બ્લાસ્ટમાં અમ્પાયર બિસ્મિલ્લાહ જન શિનવારીનું મોત
કારમાં થયેલા બ્લાસ્ટમાં કારમાં થયેલા બ્લાસ્ટમાં શિનવારી સહિત તેમના પરિવારનાં 7 લોકોનાં મોત

કારમાં થયેલા બ્લાસ્ટમાં કારમાં થયેલા બ્લાસ્ટમાં શિનવારી સહિત તેમના પરિવારનાં 7 લોકોનાં મોત

  • Share this:
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન (Afghanistan)ના અમ્પાયર બિસ્મિલ્લાહ જન શિનવારી (Bismillah Jan Shinwari)નું શનિવારે (3 ઓક્ટોબર) રસ્તા પર થયેલા એક વિસ્ફોટમાં મોત થયું છે. અફઘાનિસ્તાનના નાંગરહર પ્રાંતમાં આ ઘટના બની. આ દુર્ઘટનામાં તેમના પરિવારના સાત સભ્યોનાં પણ મોત થયા છે. 36 વર્ષીય શિનવારી 2017માં ગાજી અમાનુલ્લાહ રીજનલ વનડેમાં અમ્પાયરિંગ કરી ચૂક્યા છે અને 2017-18માં શાહ અબ્દાલી 4 દિવસીય ટૂર્નામેન્ટની સાથે તેઓ અનેક આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયરિંગ કરી ચૂક્યા છે.

અફઘાન મીડિયા મુજબ, કારમાં થયેલા બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે. આ ઉપરાંત 30થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ પૂર્વ નાંગરહર પ્રાંતના પૂર્વ વિસ્તાર ગાનીખિલ જિલ્લામાં ગવર્નર કમ્પાઉન્ડની નજીક થયો.

આ પણ વાંચો, IPL 2020: પોતાના કેપ્ટનના કારણે જ હારી ગયું KKR, જાણો દિલ્હી સામે કેમ ગુમાવી મેચ?

નાંગરહર ગવર્નરના પ્રવક્તાએ આ સમાચારની પુષ્ટિ કરી છે. તેઓએ કહ્યું કે બંદૂકધારી ડિસ્ટ્રીક્ટ ગવર્નરના કમ્પાઉન્ડમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ સુરક્ષાકર્મીઓએ તેને ઠાર મારી દીધો.

આ પણ વાંચો, જ્યારે કૉંગ્રેસ કાર્યકર્તાઓ પર પોલીસે લાઠીઓ વરસાવી તો આવી રીતે ઢાલ બની ગઈ પ્રિયંકા ગાંધી, Video વાયરલ

આ પણ વાંચો, હવે ઓનલાઇન લેવડ-દેવડ માટે કામ નહીં આવે આપનું ડેબિટ/ક્રેડિટ કાર્ડ, RBIએ બદલ્યા નિયમ

મળતી માહિતી મુજબ, આ બોમ્બ બ્લાસ્ટ નાંગરહારના પ્રાતના શિનવાર જિલ્લામાં બપોર બાદ 12 વાગીને 20 મિનિટ પર થયો હતો.
Published by: Mrunal Bhojak
First published: October 4, 2020, 10:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading