કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા સ્ટાર ક્રિકેટરનું નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ

કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા સ્ટાર ક્રિકેટરનું નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
અફઘાનિસ્તાનના સ્ફોટક ઓપનર નજીબુલ્લાહ તારકાઈ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કારે જોરદાર ટક્કર મારી હતી, સારવાર દરમિયાન થયું અવસાન

અફઘાનિસ્તાનના સ્ફોટક ઓપનર નજીબુલ્લાહ તારકાઈ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કારે જોરદાર ટક્કર મારી હતી, સારવાર દરમિયાન થયું અવસાન

 • Share this:
  નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન (Afghanistan)ના ઓપનર નજીબુલ્લાહ તારકાઈ (Najeebullah Tarakai)નું મંગળવારે નિધન થઈ ગયું છે. થોડાક દિવસ પહેલા એક કાર દુર્ઘટના (Car Accident)માં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. નજીબુલ્લાહ તારકાઈ પૂર્વ નંગરહારમાં રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે તેમને એક કારે અડફેટે લીધા હતા. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (Afghanistan Cricket Board)એ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી આ વાતની જાણકારી આપી હતી.

  29 વર્ષીય નજીબુલ્લાહ આઇસીયૂમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની સ્થિતિ ગંભીર હતી, તેઓ કોમામાં હતા. તેમના માથા પર ગંભીર ઈજાઓ થઈ હતી. તારકાઈને જલાલાબાદ શહેરમાં એક કારે ટક્કર મારી હતી. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલથી નજીબુલ્લાહના નિધનની જાણકારી આપી.  આ પણ વાંચો, અલર્ટ! 24046 Kmphની સ્પીડથી ધરતી તરફ આવી રહ્યો છે પ્લેન જેટલો મોટો એસ્ટરૉઇડ

  તારકાઈએ માર્ચ 2014માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી તે 12 ટી-20 અને એક વન ડે અફઘાનિસ્તાન માટે રમી ચૂક્યો છે. ટી-20માં તેણે ચાર અડધી સદીની સાથે 258 રન કર્યા છે. તે 24 ફર્સ્ટ કલાસ મેચ પણ રમી ચૂક્યો છે. તેમાં તેણે 47.20ની સરેરાશથી 2030 રન કર્યા છે. તેમાં 6 સદી અને 10 અડધી સદી સામેલ છે.

  17 લિસ્ટ-એ મેચોમાં તારકાઇએ 32.52ની સરેરાશથી 553 રન કર્યા, જેમાં એક સદી અને ત્રણ અડધી સદી સામેલ છે. 33 ટી-20 મેચોમાં તેણે 127.50ના સ્ટ્રાઇક રેટથી 700 રન કર્યા છે. હાલમાં તેણે શાપાગીજા ક્રિકેટ લીગમાં મીસ આઇનક નાઇટ્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

  આ પણ વાંચો, સૈન્ય નિર્માણની તસવીરો પાકિસ્તાની WhatsApp ગ્રુપમાં મોકલતો હતો યુવક, થઈ ધરપકડ

  નોંધનીય છે કે, અફઘાનિસ્તાનમાં થયેલા એક બ્લાસ્ટમાં આઇસીસી અમ્પાયર બિસ્મિલ્લાહ જન શિનવારીનું મોત થઈ ગયું હતું. અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં રસ્તા કિનારે શનિવારે એક બ્લાસ્ટ થયો હતો. મળતી માહિતી મુજબ આ બોમ્બ બ્લાસ્ટમાં લગભગ 15 લોકોનાં મોત થયા છે, જ્યારે 30 અન્ય ઘાયલ છે. આ બ્લાસ્ટમાં અમ્પાયર બિસ્મિલ્લાહ જન શિનવારીનું પણ મોત થયું હતું.
  Published by:Mrunal Bhojak
  First published:October 06, 2020, 10:25 am

  टॉप स्टोरीज