Home /News /sport /

એરન ફિંચે ફટકારી છઠ્ઠી ટી-20 સદી, રોહિત શર્માને પાડ્યો પાછળ

એરન ફિંચે ફટકારી છઠ્ઠી ટી-20 સદી, રોહિત શર્માને પાડ્યો પાછળ

45 બોલમાં એરોન ફિંચે સદી ફટકારી

ઈંગ્લેન્ડમાં રમવામાં આવી રહેલી ટી-20 બ્લાસ્ટ ટૂર્નામેન્ટમાં સર્રે તરફથી રમતા તેણે મિડિલસેક્સ વિરુદ્ધ જબરદસ્ત ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો અને માત્ર 45 બોલમાં સદી પૂરી કરી દીધી.

    જબરદસ્ત ફોર્મમાં ચાલી રહેલા ઓસ્ટ્રેલિયાના ખેલાડી એરન ફિંચે વધુ એક ટી-20 સદી ફટકારી દીધી છે. ઈંગ્લેન્ડમાં રમવામાં આવી રહેલી ટી-20 બ્લાસ્ટ ટૂર્નામેન્ટમાં સર્રે તરફથી રમતા તેણે મિડિલસેક્સ વિરુદ્ધ જબરદસ્ત ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો અને માત્ર 45 બોલમાં સદી પૂરી કરી દીધી. ફિંચે 52 બોલની પોતાની અમનમ પારીમાં 117 રન બનાવ્યા અને તેમની ટીમે નક્કી લક્ષ્યાંક માત્ર 16 ઓવરમાં 222-1 સાથે પુરો કરી લીધો. ફિંચે પોતાની પારી દરમ્યાન 11 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા.

    રોહિત શર્માને પાછળ પાડ્યો
    આ સદી સાથે ટી-20 મેચોમાં સદી ફટકારવાના મામલામાં ફિંચે રોહિત શર્માને પાછળ પાડી દીધો છે. ફિંચની આ ટી-20 ક્રિકેટમાં છઠ્ઠી સદી છે, અને હવે તે સદી ફટકારવાના મામલામાં ડેવિડ વોર્નરની સાથે ત્રીજા નંબર પર પહોંચી ગયો છે. રોહિત શર્મા પાંચ સદી સાથે સંયુક્ત રૂપે ચોથા નંબર પર છે.

    આ મામલામાં પહેલા નંબર પર ક્રિસ ગેઈલ છે તેણે 21 વખત સદી ફટકારી છે. બીજા નંબર પર ત્રણ બેટ્સમેન છે જેમણે 7-7 વખત સદી ફટકારી છે. જેમાં માઈકલ ક્લિંગર, લ્યૂક રાઈટ અને બેંડન મેક્યુલમ. ત્રીજા નંબર પર ફિંચ અને વોર્નર 6-6 સદી સાથે છે.

    સાથે ટી-20 મેચમાં છગ્ગા ફટકારવાના મામલામાં એરન ફિંચ આઠમા નંબર પર છે. જે રીતે તે દરેક બીજી મેચમાં તોફાની પારી રમી રહ્યો છે, તેને જોતા લાગે છે કે, તે ટી-20 મેચમાં રોહિત શર્માના છગ્ગાના રેકોર્ડને ટુંક સમયમાં તોડી શકે ચે. ફિંચના નામ પર 232 ટી-20 મેચમાં 308 છગ્ગા છે અને રોહિત શર્માના નામે 289 ટી-20 મેચમાં 131 છગ્ગા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Rohit sharma record, ક્રિકેટ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन