IPL 2021: આકાશ ચોપડાએ કરી ભવિષ્યવાણી, RCB પ્લેઓફમાં નહીં પહોંચે, શું છે સમસ્યા?

કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમોને પરાસ્ત કરી છે, પરંતુ આજ સુધી તેઓ આઈપીએલનો ખિતાબ જીતી શક્યા નથી.

કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમોને પરાસ્ત કરી છે, પરંતુ આજ સુધી તેઓ આઈપીએલનો ખિતાબ જીતી શક્યા નથી.

  • Share this:
પૂર્વ ભારતીય બેટ્સમેન અને કમેન્ટેટર આકાશ ચોપડાએ RCB અંગે ભવિષ્યવાણી કરી છે. તેમણે જણાવ્યું છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB) આઈપીએલ 2021ની પ્લેઓફમાં નહીં પહોંચી શકે. આકાશ ચોપડાએ યુટ્યુબ ચેનલ પર જણાવ્યું હતું કે આ વર્ષે RCB પ્લેઓફ માટે ક્વોલિફાઈ નહીં કરી શકે. 3-4 વર્ષની મેચ જોઈએ તો RCB ગયા વર્ષે સર્વશ્રેષ્ઠ રમી હતી, પરંતુ અંતમાં તેઓ ભટકી ગયા હતા. આ એક RCB ટીમની સમસ્યા છે. જો RCB ટીમ આઈપીએલમાં યોગ્ય શરૂઆત નહીં કરે, તો ટીમ માટે લીગમાં સમસ્યા ઊભી થઈ શકે છે.

વિરાટ કોહલી ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન છે. કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમોને પરાસ્ત કરી છે, પરંતુ આજ સુધી તેઓ આઈપીએલનો ખિતાબ જીતી શક્યા નથી. 2016માં જ્યારે RCBએ આઈપીએલ ફાઈનલ મેચ રમી હતી, ત્યારે સનરાઈઝર્સ હૈદરાબાદે RCBને હરાવ્યું હતું. તેમજ ગયા વર્ષે RCB પ્લેઓફમાં પહોંચી હતી, પરંતુ ખિતાબ જીતી શકી ન હતી.

આ પણ વાંચો - ચોંકાવનારો રિપોર્ટ: વર્ષ 2025 સુધીમાં જશે દર 10માંથી 6 લોકોની નોકરી

કોહલી આઈપીએલ 2021માં સૌથી વધુ રન કરશે: આકાશ

આકાશ ચોપડાએ વધુમાં જણાવ્યું કે વિરાટ કોહલી આ વર્ષે આઈપીએલમાં સૌથી વધુ રન કરી શકે છે. જે માટે તેમને ઓરેન્જ કેપ મળશે. પરંતુ તે સાથે ઋષભ પંત, કે એલ રાહુલ, અને ડેવિડ વોર્નર પણ ઓરેન્જ કેપ મેળવી શકે છે. RCB ટીમના મેનેજમેન્ટે આ વાતની પુષ્ટી કરી છે કે વિરાટ આઈપીએલમાં RCB માટે ઇનિંગની શરૂઆત કરશે.

RCB ત્રણ વાર આઈપીએલ ફાઈનલ રમ્યું છે

અત્યાર સુધીમાં RCBએ 14માંથી સાત મેચ જીતી છે. RCBએ અત્યાર સુધીમાં 13 સીઝનમાંથી ત્રણ વાર આઈપીએલ ફાઈનલ રમી છે. અનિલ કુંબલેની આગેવાનીમાં RCB 2009માં ખિતાબી મુકાબલો રમી હતી. ત્યારે ડેક્કન ચાર્જર્સે RCBને 6 રનથી હરાવી હતી. જેના બે વર્ષ બાદ વેટ્ટોરીની આગેવાનીમાં RCB ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ ખિતાબ જીતી શકી ન હતી અને ચેન્નઈ સુપર કિંગ્સ સામે 58 રનથી હાર્યું હતું.

આ પણ વાંચો - માત્ર 5000 રૂપિયામાં શરૂ કરો આ વ્યવસાય, દર મહિને 50000થી વધુની થશે આવક, જાણો - કેવી રીતે

IPL 2021 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ

વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, યુજવેંદ્ર ચહલ, દેવદત્ત પડિક્કલ, વૉશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, એડમ જામ્પા, શાહબાજ અહમદ, ફિન એલેન, કેન રિચર્ડસન, પવન દેશપાંડે, ગ્લેન મૈક્સવેલ, સચિન બેબી, રજત પાટીદાર, મોહમ્મદ અજહરુદ્દીન, હર્ષલ પટેલ, સુયશ પ્રભુદેસાઈ, કેએસ ભરત, કાઈલ જેમીસન, ડેનિયલ ક્રિશ્ચિયન.
First published: