Home /News /sport /

IPL: અત્યાર સુધીમાં લાગી 6100 કરોડની બોલી, 485 ભારતીય ક્રિકેટરોને મળ્યા 3400 કરોડ, બીજા નંબર પર કયો દેશ?

IPL: અત્યાર સુધીમાં લાગી 6100 કરોડની બોલી, 485 ભારતીય ક્રિકેટરોને મળ્યા 3400 કરોડ, બીજા નંબર પર કયો દેશ?

મહેન્દ્ર સિંહ 150 કરોડની કમાણી કરનાર એકમાત્ર ખેલાડી

દક્ષિણ આફ્રિકાના ક્રિસ મૉરિસને પંજાબ કિંગ્સે સૌથી વધુ રૂ.16.25 કરોડમાં ખરીદ્યો છે. સૌથી વધુ રૂપિયા ભારતીય ખેલાડીઓને મળ્યા છે.

  IPL 2021 માટે ખેલાડીઓની હરાજી થઈ ચૂકી છે. 57 ખેલાડીઓ માટે લગભગ રૂ. 145 કરોડ ખર્ચ થઈ ચૂક્યા છે. દક્ષિણ આફ્રિકાના ક્રિસ મૉરિસને પંજાબ કિંગ્સે સૌથી વધુ રૂ.16.25 કરોડમાં ખરીદ્યો છે. 2008થી આ લીગ રમાઈ રહી છે તથા અત્યાર સુધીના ઓક્શનના ઈતિહાસને જોતા દુનિયાભરના 789 ખેલાડીઓને લગભગ 6100 કરોડ મળી ચૂક્યા છે. સૌથી વધુ રૂપિયા ભારતીય ખેલાડીઓને મળ્યા છે.

  IPL ઑક્શનની વાત કરવામાં આવે તો કુલ રૂ. 6144 કરોડમાં સૌથી વધુ રૂ. 6433 કરોડ ભારતીય ખેલાડીઓને મળ્યા છે. આ સમયે 485 ભારતીય ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી. ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની રૂ.150 કરોડની સેલરી મેળવનાર એકમાત્ર ખેલાડી છે. અન્ય કોઈ આ ટોચ પર પહોંચી શક્યું નથી. ધોની, મુંબઈના કેપ્ટન રોહિત શર્મા અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂના કેપ્ટન વિરાટ કોહલી રૂ.125 કરોડથી અધિકની કમાણી કરી ચૂક્યા છે.

  આ પણ વાંચોIPL 2021 Auction: જે ખેલાડી પર 28 કરોડ ખર્ચ કરવા તૈયાર હતો વિરાટ કોહલી, જેને કોઈએ ન ખરીદ્યો

  ઑસ્ટ્રેલિયાના ખેલાડી રૂ.906 કરોડ સાથે બીજા નંબર પર

  ભારત બાદ સૌથી વધુ સેલેરી ઑસ્ટ્રેલિયાને મળી છે. ઑસ્ટ્રેલિયાના 94 ખેલાડી અત્યાર સુધી રૂ. 905.9 કરોડ એટલે કે લગભગ 906 કરોડની કમાણી કરી ચૂક્યા છે. છેલ્લી સિઝનમાં કોલકત્તા નાઈટ રાઈડર્સે ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પૈટ કમિંસે રૂ. 15.5 કરોડમાં ખરીદ્યો હતો. આ સીઝનમાં પણ ઓલ રાઉન્ડર ગ્લેન મૈક્સવેલને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂને રૂ.14.25 કરોડમાં ખરીદ્યો હતો.

  દક્ષિણ આફ્રિકાના 56 ખેલાડીઓને મળ્યા 539 કરોડ

  કમાણી મામલે દક્ષિણ આફ્રિકાના ખેલાડી ત્રીજા નંબર પર છે. જ્યાના ખેલાડી રૂ. 539 કરોડની કમાણી કરી ચૂક્યા છે. વિદેશી ખેલાડી રૂપે 100 કરોડથી વધુની કમાણી કરનાર એક માત્ર ખેલાડી દક્ષિણ આફ્રિકાના એબી ડિવિલિયર્સ છે. ડિવિલિયર્સ કોહલીની ટીમ બેંગ્લુરૂ તરફથી રમી રહ્યા છે.

  ત્રણ દેશના ખેલાડી રૂ. 200 થી 500 કરોડથી વચ્ચે કમાઈ ચૂક્યા છે

  વિન્ડીઝ ટીમના ખેલાડી સેલરી મામલે ચોથા નંબર પર છે. જ્યાંના 33 ખેલાડી રૂ. 458.54 કરોડની કમાણી કરી ચૂક્યા છે. વિન્ડીઝ ટીમના ખેલાડી દુનિયાભરની ટી20 લીગમાં સૌથી વધુ રમી રહ્યા છે. ઈંગ્લેન્ડના 33 ખેલાડી અત્યાર સુધી રૂ. 285.96 કરોડની કમાણી કરી ચૂક્યા છે તથા સેલેરી મામલે પાંચમાં નંબર પર છે. જે સિવાય ન્યુઝીલેન્ડના 31 ખેલાડી અત્યાર સુધી રૂ. 211.66 કરોડની કમાણી કરી ચૂક્યા છે.

  આ પણ વાંચોક્રિકેટના મેદાન પર દુખદ ઘટના, પીચ પર આવ્યો ખેલાડીને હાર્ટ એટેક, દર્દનાક મોતનો Live Video

  છ દેશના ખેલાડી 1 થી 200 કરોડની વચ્ચે કમાણી કરી ચૂક્યા છે

  શ્રીલંકાના ખેલાડી કમાણી મામલે 7માં નંબર પર છે. જ્યાંના ખેલાડી અત્યાર સુધીમાં રૂ.195.93 કરોડની કમાણી કરી ચૂક્યા છે. અફઘાનિસ્તાન 8માં નબર પર, બાંગ્લાદેશ 9માં નંબર પર તથા પાકિસ્તાન 10માં નંબર પર છે. અફઘાનિસ્તનના 4 ખેલાડી અત્યાર સુધી રૂ.58.4 કરોડ, બાંગ્લાદેશના 6 ખેલાડી રૂ.34.78 કરોડ અને પાકિસ્તાનના 11 ખેલાડી રૂ.12.84 કરોડની કમાણી કરી ચૂક્યા છે. પરંતુ ભારત અને પાકિસ્તાનના વિવાદને કારણે પાકિસ્તાનના ખેલાડીઓને લીગમાં રમવાની અનુમતિ આપવામાં આવી નથી, નેધરલેન્ડના બે ખેલાડી 5.27 અને ઝિમ્બાબ્વેના ત્રણ ખેલાડી 1 કરોડની કમાણી કરી ચૂક્યા છે. નેધરલેન્ડ કમાણી મામલે 11માં અને ઝિમ્બાબ્વેના 12માં નંબર પર છે.

  યુએઈ અને કેન્યાના ખેલાડી પણ લીગમાં ઉતરી ચૂક્યા છે

  લીગમાં નેપાળ, કેન્યા, યુએસઈ અને યુએઈના એક એક ખેલાડી ઉતરી ચૂક્યા છે. નેપાલના 60 લાખ, કેન્યા અને યુએસઈને 20-20 લાખ યુએઈને રૂ.10 લાખ મળી ચૂક્યા છે. આઈપીએલ મામસે ભારત સિવાય દક્ષિણ આફ્રિકા અને યુએઈમાં થઈ ચૂક્યા છે. કોરોનાને કારણે છેલ્લી સીઝન મામલે યુએઈમાં કરવામાં આવ્યો હતો. પરતુ આ સીઝનમાં મુકાબલા દેશમાં થશે. લીગ રાઉન્ડના મુકાબલે મુબંઈમાં અને નૉકઆઉટના મુકાબલા અમદાવાદમાં કરાવવાની વાત ચાલી રહી છે.

  મુંબઈએ સૌથી વધુ 5 વાર ખિતાબ જીત્યો છે

  મુંબઈ ઈન્ડિયન્સે સૌથી વધુ 5 વાર જ્યારે ચેન્નઈ સુપરકિંગ્સે ત્રણ વાર ખિતાબ જીત્યો છે. મુંબઈની ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ચેન્નઈની ટીમ 13 સીઝનમાંથી અત્યાર સુધીમાં 8 વાર ફાઈનલમાં પહોંચી છે. કોલકત્તા નાઈટરાઈડર્સે બે વાર જ્યારે રાજસ્થાન રૉયલ્સ, સનરાઈજર્સ હૈદરાબાદ અને ડેક્કન ચાર્જર્સે એક એક વાર ખિતાબ જીત્યો છે.

  લીગના ઈતિહાસમાં સૌથી વધુ રન કરનાર ખેલાડી વાત કરવામાં આવે તો વિરાટ કોહલી ટૉપ પર છે. તેમણે 192 મેચમાં 38 ઔસતથા 5878 રન કર્યા છે. તેમણે 5 સદી અને 39 અડધી સદી કરી છે. કુલ પાંચ ખેલાડી 5 હજારથી વધુ રમ કરી ચૂક્યા છે. બોલિંગની વાત કરવામાં આવે તો શ્રીલંકાના ફાસ્ટ બોલર મલિંગાએ સૌથી વધુ વિકેટ લીધી છે. ભારતીય બોલર સ્પિનર અમિત મિશ્રાએ સૌથી 160 સૌથી વધુ વિકોટ લીધી છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Ipl 2021, IPL 2021 Auction

  આગામી સમાચાર