ક્રિકેટના મેદાન પર દુખદ ઘટના, પીચ પર આવ્યો ખેલાડીને હાર્ટ એટેક, દર્દનાક મોતનો Live Video

ક્રિકેટના મેદાન પર દુખદ ઘટના, પીચ પર આવ્યો ખેલાડીને હાર્ટ એટેક, દર્દનાક મોતનો Live Video
ક્રિકેટના મેદાનમાં ખેલાડીનું મોત

આ પહેલા પણ અનેક ખેલાડી ક્રિકેટના મેદાનમાં હાર્ટ એટેકથી મોતને ભેટ્યા છે. તો જોઈએ ક્યારે કયો ખેલાડીનું મોત નિપજ્યું હતું

 • Share this:
  નવી દિલ્હી : પુનાના જુન્નાર તાલુકા વિસ્તારમાં એક રૂવાંડા ઉભા થઈ જાય તેવો મોતનો વીડિયો સામે આવ્યો છે. અહીંયા ક્રિકેટ મેચ દરમિયાન નોન-સ્ટ્રાઈક એન્ડ પર ઉભેલા બેટ્સમેનનું પીચ પર જ એચાનક કરુણ મોત નીપજ્યું છે. બુધવારે બપોરે ઓઝાર સંઘ અને જંબુત સંઘ વચ્ચે મેચ ચાલી રહી હતી. ત્યારે આ દુખદ ઘટના બની હતી. મૃતકનું નામ બાબુ નલાવડે હોવાનું જણાવાયું છે. જેની ઉંમર 47 વર્ષ હતી. બાબુ નાલાવડેને તાત્કાલિક ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત નીપજ્યું હતું.

  ઘણા યુવા ક્રિકેટરો હાર્ટ એટેકથી મરી ગયા  આ પહેલીવાર નથી જ્યારે કોઈ ક્રિકેટરનું મેદાન પર મૃત્યુ થયું હોય. ગયા વર્ષના શરૂઆતમાં ઓડિશાના કેન્દ્રપાડામાં માત્ર 18 વર્ષિય ખેલાડી ગ્રાઉન્ડ પર પડી ગયો હતો અને તેનું મોત નીપજ્યું હતું. કેન્દ્રપાડા જિલ્લાની કોલેજમાં સ્થાનિક મેચ ચાલી રહી હતી, જ્યાં એક ખેલાડીને હાર્ટ એટેક આવ્યો હતો અને તેને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો હતો.  આ સિવાય ત્રિપુરાની યુ -23 ટીમના ખેલાડી મિથુન દેબર્માનું હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. મેચ દરમિયાન ડેબબર્માને પણ હાર્ટ એટેક આવ્યો હતો અને હોસ્પિટલમાં પહોંચતા પહેલા તેનું મોત નીપજ્યું હતું.

  વર્ષ 2019માં પણ ગોવાના પૂર્વ રણજી ક્રિકેટર રાજેશ ઘોડ્જેનું મેચ દરમિયાન હાર્ટ એટેકથી નિધન થયું હતું. નવી મુંબઇમાં એક ટૂર્નામેન્ટ દરમિયાન સંદીપ ચંદ્રકાંત મહાત્રેનું મોત ફક્ત 36 વર્ષની વયે હાર્ટ એટેકથી થયું હતું. આવી જ એક ઘટના ભોપાલમાં વર્ષ 2018 માં બની હતી જ્યારે એક રેલ્વે ક્રિકેટર મેચ દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યો હતો.
  Published by:kiran mehta
  First published:February 18, 2021, 18:57 pm

  ટૉપ ન્યૂઝ