નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 48મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)એ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Royal Challengers Banglore)ને 5 વિકેટથી હરાવી દીધું. બેંગલોરે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 164 રન કર્યા. તેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 19.1 ઓવરમાં ટાર્ગેટ પાર કરી દીધો. નોંધનીય છે કે આ મેચમાં બેંગલોરની ઓપનિંગ મુંબઈ કરતાં ઘણી સારી રહી, જોશુઆ ફિલિપી અને દેવદત્ત પડિકલે ટીમને સારી શરૂઆત અપાવી તેમ છતાંય બેંગલોર પર મુંબઈએ સરળ જીત નોંધાવી. શું રહ્યા તેના પાછળના કારણ, આવો જાણીએ...
પહેલું કારણ - વિરાટ કોહલીની ખરાબ બેટિંગ
વિરાટ કોહલની ખરાબ બેટિંગ આરસીબીની હારનું સૌથી મોટું કારણ રહી. કોહલી જ્યારે ક્રીઝ પર આવ્યો તો બેંગલોરની પાસે સારી શરૂઆત હતી. ફિલીપી અને પડિકલની વચ્ચે 47 બોલમાં 71 રનની પાર્ટનરશીપ હતી, પરંતુ વિરાટ આવતાની સાથે જ રન રેટ ઘટી ગયો. વિરાટ કોહલી બિલકુલ પણ સેટ ન થઈ શક્યો અને 14 બોલમાં 9 રન કરીને આઉટ થઈ ગયો. બુમરાહે કોહલીની વિકેટ ઝડપી.
બીજું કારણ- ડિવિલિયર્સનું ખોટા સમયે આઉટ થવું
ડિવિલિયર્સનું ખોટા સમયે અને ખરાબ બોલ પર આઉટ થવું પણ આરસીબીને લઈને ડૂબી. ડિવિલિયર્સ આ મેચમાં બિલકુલ સેટ જોવા મળી રહ્યો હતો. તેણે એક સિક્સર અને એક ફોર મારી હતી પરંતુ ત્યારબાદ 16મી ઓવરમાં ડિવિલિયર્સે પોલાર્ડની બોલિંગમાં ફુલટોસ બોલ પર રાહુલ ચાહરને કેચ આપી દીધો. ડિવિલિયર્સ આઉટ થવાના કારણે બેંગલોરનું ટોટલ 20 રન ઓછું બન્યું.
આ પણ વાંચો, મહિલાઓને ‘સેક્સ સ્લેવ’ બનાવનાર કથિત ‘સેલ્ફ હેલ્પ’ ગુરુ કીથ રેનિયરને 120 વર્ષની સજા
ત્રીજું કારણ- બુમરાહની જોરદાર બોલિંગ
જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગ બેંગલોરને ભારે પડી. બુમરાહે 4 ઓવરમાં માત્ર 14 રન આપીને 3 વિકેટ ઝડપી. આ ફાસ્ટ બોલરે વિરાટ કોહલીને આઉટ કરવા ઉપરાંત 17મી ઓવરમાં શિવમ દુબે અને દેવદત્ત પડિકલને આઉટ કરી બેંગલોરની કમર તોડી દીધી. પડિકલ તો સેટ બેટ્સમેન હતો અને તે 74 રન બનાવીને રમી રહ્યો હતો પરંતુ બુમરાહે તેને આઉટ કરી બેંગલોરને મોટો સ્કોર સુધી ન પહોંચવા દીધી. નોંધનીય છે કે બુમરાહે આ ઓવર મેડન નાખી હતી.
આ પણ વાંચો, છેલ્લી તક! Maruti Suzuki આ ગાડીઓ પર આપી રહી છે 50000 રૂપિયાથી વધુનું ડિસ્કાઉન્ટ, અહીં જુઓ યાદી
સૂર્યકુમારની તાબડતોડ બેટિંગ
સૂર્યકુમારનો વાર પણ બેંગલોરની હારનું કારણ બની. આ બેટ્સમેને ક્રીઝ પર આવતાની સાથે જ ખુલીને શૉટ રમ્યા અને બેંગલોરના બોલરોના નબળા બોલને તેણે બાઉન્ડ્રી બહારનો રસ્તો બતાવ્યો. માત્ર 29 બોલમાં અડધી સુધી પહોંચનારા સૂર્યકુમારે 79 રનની ઇનિંગ રમી. પરિણામ બેંગલોરની હાર અને મુંબઈને મળી આ સીઝનની 8મી જીત.
Published by:Mrunal Bhojak
First published:October 29, 2020, 07:22 am