15 મેચમાં 26 વખત સ્પોર્ટ ફિક્સિંગ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન ક્રિકેટર સામેલ: રિપોર્ટ

આ ડોક્યુમેન્ટરીનું નામ ક્રિકેટ કે મેચ ફિક્સર: ધ મુનવર ફાઈલ્સ છે'.

આ ડોક્યુમેન્ટરીનું નામ ક્રિકેટ કે મેચ ફિક્સર: ધ મુનવર ફાઈલ્સ છે'.

 • Share this:
  એક અંગ્રેજી ચંનલની ડોક્યુમેન્ટ્રીમાં ખુલાસો થયો છે કે, વર્ષ 2011થી 2012 દરમ્યાન 15 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં 26 વખત સ્પોર્ટ ફિક્સિંગ થઈ છે. અલ જજીરાની આ ડોક્યુંમેન્ટરી રવિવારે પ્રસારિત થઈ. જેમાં આઈસીસીના રડાર પર ચાલી રહેલા કથિત મેચ ફિક્સર અનીલ મુનવરે દાવો કર્યો છે કે, 2011થી 2012 દરમ્યાન 6 ટેસ્ટ, 6 વન-ડે અને ત્રણ વર્લ્ડ ટૂ-20 મેચોમાં ફિક્સિંગ થયું હતું. આ અનુસાર સાત મેચમાં ઈંગ્લેન્ડ, પાંચ મેચમાં ઓસ્ટ્રેલિયા, ત્રણ મેચમાં પાકિસ્તાન અને એક મેચમાં કોઈ અન્ય દેશના ક્રિકેટરે ફિક્સિંગ કર્યું હતું.

  આ ડોક્યુમેન્ટરીનું નામ ક્રિકેટ કે મેચ ફિક્સર: ધ મુનવર ફાઈલ્સ છે'. જણાવવામાં આવ્યું છે કે, 2011માં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમવામાં આવેલી લોર્ડ્સ ટેસ્ટ, આ વર્ષે યોજવામાં આવેલી દક્ષ્ણ આફ્રિકા-ઓસ્ટ્રેલિયાની કેપટાઉન ટેસ્ટ કરતા પણ વધારે શંકાના ઘેરામાં હતી.

  2011 વર્લ્ડ કપની પાંચ મેચ અને 2012માં શ્રીલંકામાં થયેલી વર્લ્ડ ટી-20ની ત્રણ મેચમાં પણ ફિક્સિંગનો દાવો કરવામાં આવ્યો છે. ડોક્યુમેન્ટરીમાં 2012માં યૂએઈમાં ઈંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચે થયેલી ત્રણ ટેસ્ટ મેચમાં થયેલી સફળ સ્પોર્ટ ફિક્સિંગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

  ડોક્યુંમેન્ટરીમાં મુનવર દ્વારા 2011ના વર્લ્ડ કપમાં એક અનામ ઈંગ્લેન્ડના ક્રિકેટર સાથે મેચ પહેલા જ વાત કરવાનો ઉલ્લેખ થયો છે. આમાં મુનવર એવું કહેતો સાંભળવા મળે છે કે, એશેજ માટે અભિનંદન. ગત વખતના પૈસા ટુંક સમયમાં ખાતામાં જશે. એક અઠવાડીયામાં પૈસા મળી જશે. આની સામે ખેલાડીનો અવાજ આવે છે ખુબ સરસ

  ડોક્યુમેન્ટરીમાં પાકિસ્તાનના ક્રિકેટર ઉમર અકમલના ડી કંપનીના એક સભ્ય સાથે દુબઈમાં ઈંગ્લેન્ડ મેચ પહેલા એક હોટલમાં મળવાનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે. આમાં એકમલ ડી કંપનીના સહયોગી સાથે ફોટો ખેચાવતો એને એક બેગમાં કઈંક જોતો જોવા મળે છે. અકમલે જૂન 2018માં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની એન્ટી કરપ્શન યૂનિટને એક ફિક્સર દ્વારા સંપર્ક કરવામાં આવ્યાની જાણકારી આપી હતી. આમાં તેણે હાંગકોંગ સિક્સેઝ ટૂર્નામેન્ટ, દક્ષિણ આફ્રિકા પાસેથી સિરિઝ અને 2015ના વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધની મેચ પહેલા ફિક્સર દ્વારા સંપર્ક કરવાની ફરિયાદ કરી હતી.
  Published by:kiran mehta
  First published: