પાકિસ્તાનને મળ્યો 15 વર્ષનો તોફાની બોલર, બીજી જ મેચમાં લીધી 6 વિકેટ

પાકિસ્તાનને 15 વર્ષનો એક નવો બોલર મળ્યો છે, જેણે પોતાની શાનદાર બોલિંગથી તમામ લોકોને પોતાના ફેન બનાવી દીધા છે.

પાકિસ્તાનને 15 વર્ષનો એક નવો બોલર મળ્યો છે, જેણે પોતાની શાનદાર બોલિંગથી તમામ લોકોને પોતાના ફેન બનાવી દીધા છે.

 • Share this:
  પાકિસ્તાનને 15 વર્ષનો એક નવો બોલર મળ્યો છે, જેણે પોતાની શાનદાર બોલિંગથી તમામ લોકોને પોતાના ફેન બનાવી દીધા છે. 15 ફેબ્રુઆરી 2003ના રોજ જન્મેલા આ ખેલાડીનું નામ છે નશીમ શાહ. તેણે પોતાની બીજી ફર્સ્ટ ક્લાસ મેચમાં જ બેટ્સમેનોનો પરસેવો પાડી દીધો છે. આ પહેલા 1 સપ્ટેમ્બર 2018ના રોજ લાહોર બ્લૂઝ વિરુદ્ધ તેણે ડેબ્યૂ કર્યું હતું.

  આ મેચમાં તે માત્ર 1 વિકેટ લેવામાં સફળ થયો હતો. નશીમ શાહ 2018માં અંડર-19 એશિયા કપ રમવા ગયો હતો, ત્યાં તેણે બધાનું ધ્યાન ખેંચ્યુ હતું. પરંતુ આ ટૂર્નામેન્ટમાં પણ તે 2 મેચમાં 1 વિકેટ લેવામાં સફળ થયો હતો. પરંતુ હવે તેણે પોતાની બીજી ફર્સ્ટ ક્લાસ મેચમાં પીટીવી વિરુદ્ધ કમાલ કરી દીધી, અને લોકોને પોતાના ફેન બનાવી દીધા.

  આ મેચમાં તેણે એક પારીમાં 6 વિકેટ લીધી છે અને વિપક્ષ ટીમના બેટ્સમેનોને પૂરી પારી દરમ્યાન બાંધીને રાખ્યા. તેની બોલિગ વિવિધતાપૂર્ણ હતી, અને તેણે શાનદાર બોલિંગ કરી. તે ઈનસ્વિંગર અને આઉટસ્વિંગર બંને રીતે બોલ નાખવાની પ્રતિભા ધરાવે છે, આજ તેની મોટી તાકાત છે. સાથે તે શાનદાર બાઉન્સર પણ નાખે છે. આ રીતે તેણે બેટ્સમેનના કાડા અને માથા પર પણ બોલ ફેક્યા. તેણે પારીમાં 59 રન આપી 6 વિકેટ લીધી.  સાજ સાદિકે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, ઈનસ્વિંગર, આઉટસ્વિંગર, ચિન મ્યુઝિક, યોર્કર, હાથમાં બોલ માર્યો, માથા પર બોલ માર્યો અને પછી ગજબની રફ્તાર. પોતાની બીજી જ ફર્સ્ટ ક્લાસ મેચમાં, ટીન-એજ બોલર નશીમ શાહે આજે 59 રમ આપી 6 વિકેટ લીધી. તેમણે ટ્વીટ સાથે વીડિયો પણ શેર કર્યો છે.
  Published by:kiran mehta
  First published: