આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીના પ્રેસિડેન્ટ થોમસ બાચે બુધવારે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)ના ખૂબ જ મહત્વપૂર્ણ બદલાવ અંગેની જાહેરાત કરી છે. થોમસ બાચે બદલાવ અંગેની રજૂઆત કરતા જણાવ્યું કે, કોરોના વાયરસ (Covid-19)થી બચવા માટે ટોક્યો ઓલિમ્પિકમાં એથ્લિટ્સે જાતે જ પોતાના ગળામાં મેડલ પહેરવા પડશે.
બાચે ઈન્ટરનેશનલ મીડિયાને ટોક્યોથી આવેલ એક કોન્ફરન્સ કોલમાં આ અંગે માહિતી આપી હતી. બાચે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વર્ષે એથ્લિટ્સને મેડલ ગળામાં નહીં પહેરાવવામાં આવે. એથ્લિટ્સ સામે એક ટ્રેમાં મેડલ રજૂ કરવામાં આવશે, ત્યારબાદ એથ્લિટ્સે જાતે જ પોતાના ગળામાં મેડલ પહેરવાનો રહેશે.
મેડલને ટ્રેમાં મુકતા પહેલા જે પણ વ્યક્તિ ટ્રેમાં મેડલ મુકશે, તેણે ડિસઈન્ફેક્ટેડ ગ્લવ્ઝ પહેર્યા છે કે નહીં તે સુનિશ્ચિત કરવામાં આવશે. જેથી સુનિશ્ચિત કરી શકાય કે મેડલને કોઈપણ અડ્યું નથી.
યુરોપના સોકર કરતા ઓલિમ્પિકનો દ્રષ્ટિકોણ ખૂબ જ અલગ છે. UEFAના પ્રેસિડેન્ટ એલેક્ઝાન્ડર સેફરિને તાજેતરમાં ફાઈનલમાં વ્યક્તિગત રૂપે ખેલાડીઓના ગળામાં મેડલ પહેરાવ્યા હતા.
સેફરિને રવિવારે લંડનમાં યૂરો 2020 મેડલ અને ટ્રોફી પ્રેઝન્ટેશનમાં ઈટાલીના ગોલકીપર જિયાલુઈગી ડોન્નારુમ્મા સાથે હાથ મિલાવ્યો હતો. તેમણે ઈટલી માટે પેનલ્ટી શૂટઆઉટમાં ઈંગ્લેન્ડ સામે ખિતાબ જીત્યો હતો.
બાચે બુધવારે જણાવ્યું કે ટોક્યો ઓલિમ્પિક દરમિયાન હાથ નહીં મિલાવવામાં આવે અને ગાલે મળવામાં પણ પ્રતિબંધ રહેશે. સામાન્ય રીતે ઓલિમ્પિક મેડલ IOC સભ્ય અથવા સ્પોર્ટ્સના પ્રમુખ અધિકારી દ્વારા રજૂ કરવામાં આવે છે. IOCએ અગાઉ જણાવ્યું હતું કે મેડલ જીતનાર અને ટોક્યો ઓલિમ્પિકના અધિકારીઓએ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે, દર્શકોને મોટાભાગની ઓલિમ્પિક ઈવેન્ટ્સમાં ભાગ લેવાની અનુમતિ આપવામાં આવી નથી. આ કારણોસર સ્ટેડિયમ અને ઓલિમ્પિકના સ્થળ પર “ઈમર્સિવ સાઉન્ડ સિસ્ટમ”નો ઉપયોગ કરીને દર્શકોયુક્ત માહોલ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. અગાઉ રમવામાં આવેલ ઓલિમ્પિકમાં દર્શકોનો રેકોર્ડ કરેલ અવાજ ગેમ્સમાં રજૂ કરીને એથ્લીટ્સને પ્રોત્સાહન આપવામાં આવશે.
ઈવેન્ટ બાદ એથ્લીટ્સ સ્ક્રીનના માધ્યમથી તેમના પરિવાર, મિત્રો અને ફેન ક્લબ સાથે જોડાઈ શકશે. એથ્લીટ્સના ફેન્સ તેમનો 6 સેકન્ડનો વીડિયો મોકલી શકશે અને તે મેદાનની બાજુમાં પ્રદર્શિત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઈમરજન્સી અને કોવિડ-19ના વધતા કેસની પરિસ્થિતિ વચ્ચે 23 જુલાઈના રોજ ટોક્યો ઓલિમ્પિક શરૂ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર