ભારત સરકારે IPL 2020ના આયોજન ઉપર લગાવી મહોર, જાણો ક્યારે UAEમાં રમાશે ફાઈનલ

ભારત સરકારે IPL 2020ના આયોજન ઉપર લગાવી મહોર, જાણો ક્યારે UAEમાં રમાશે ફાઈનલ
ફાઈલ તસવીર

ભારત સરકારે પણ બીસીસીઆઈને પણ મંજૂરી આપી દીધી છે. આઈપીએલની આ સીજનમાં 10 ડબલ હેડર્સ મેચ રમાશે. સાંજેની મેચો સાંજે સાડા સાત વાગ્યે શરુ થશે.

 • Share this:
  નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus) કહેર વચ્ચે યુએઈ (UAE)માં આઈપીએલના (Ipl) આયોજનને લઈને રવિવારે થયેલી આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગ પૂરી થઈ ચૂકી છે. મીટિંગમાં એ નિર્ણય લેવાયો છે કે, આઈપીએલનું આયોજન 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે યુએઈમાં કરાશે. ભારત સરકારે પણ બીસીસીઆઈને પણ મંજૂરી આપી દીધી છે. આઈપીએલની આ સીજનમાં 10 ડબલ હેડર્સ મેચ રમાશે. સાંજેની મેચો સાંજે સાડા સાત વાગ્યે શરુ થશે.

  ફાઈનલ 10 નવેમ્બરે યોજાશે


  ઈનસાઈસ્પોર્ટની ખબર પ્રમાણે આઈપીએલની ફાઈનલ 10 નવેમ્બરે રમાશે. આવું પહેલીવાર થશે જ્યારે ફાઈનલ મુકાબલો વીકેન્ડ ઉપર નહીં થાય. આ પહેલા સમાચાર આવી હતી કે આઈપીએલની ફાઈનલ 8 નવેમ્બરે રમાશે. આ સિઝનમાં 110 ડબલ હેડર્સ રમાશે.

  ફેન્સની એન્ટીર ઉપર અધિકારીને કહ્યું કે, આ પર યુએઈ બોર્ડ સાથે વાત કર્યા બાદ જ કોઈ નિર્ણય લેવાશે. મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે દરેક સ્પોન્સરને યથાવત રાખવામાં આવ્યા છે. જેમાં ચીનની કંપની સાથે કરાર પણ સામેલ છે.

  આ પણ વાંચોઃ-દુનિયાની પહેલી કોરોના વેક્સીન આવ્યા પહેલા જ કેમ ઘેરાઈ વિવાદોમાં?

  આ પણ વાંચોઃ-અનોખો સેવા યજ્ઞ! માત્ર 7 ધોરણ સુધી ભણેલી રોપડા ગામની આ મહિલાએ ગામના બાળકોને ભણાવવાનું બીડું ઉપાડ્યું

  આ પણ વાંચોઃ-આંખ ઉઘાડતો સુરતનો કિસ્સો! કારખાનેદારને ફેસબુક ઉપર વેચવા મૂકેલી કાર ખરીદવાનું ભારે પડ્યું

  કોવિડ રિપ્લેસમેન્ટ પણ હશે
  દુનિયાભરમાં સ્વાસ્થ્ય સુરક્ષા સંબંધિત નાજુક પરિસ્થિતિઓને જોતા કોવિડ-19ના કારણે ખેલાડીઓને બદલવાની અનુમતી આપવામાં આવશે. જ્યારે જૈવ સુરક્ષિત વાતાવરણ તૈયાર કરવા માટે ભારતની એક કંપની સાથે વાત ચાલી રહી છે. જ્યારે ફ્રેન્ચાઈઝીને વિઝા પ્રક્રિયા શરૂ કરવા માટે કહ્યું છે. ઉલ્લેખનીય છે કે આઈપીએલના આયોજનને લઈને બીસીસીઆઈને ખેલ મંત્રાલયથી મંજૂરી મળી ચૂકી છે. ઉમ્મીદ છે કે ડિપાર્ટમેન્ટ્સમાં પણ ઝડપથી મંજૂરી મળી જશે.

  આશા છે કે રમાનારા સભ્યોના હિસાબથી આઠ ફ્રેન્ચાઈજી માટે ટીમની સંખ્યા 24 ખેલાડી હશે. તેમણે કહ્યું કે માનક પરિચાલક પ્રક્રિયા હજી પણ તૈયાર કરવામાં આવી રહી છે. પરંતુ આ વર્ષે કોવિડ-19ના કારણે આમા કોઈપણ સંખ્યામાં ફેરફાર સંભવ થશે.
  Published by:ankit patel
  First published:August 02, 2020, 22:45 pm

  टॉप स्टोरीज