દીકરાને હતો કોરોના સંક્રમણનો ખતરો, ફુટબોલર પિતાએ ગળું દબાવી કરી હત્યા

News18 Gujarati
Updated: May 15, 2020, 9:43 AM IST
દીકરાને હતો કોરોના સંક્રમણનો ખતરો, ફુટબોલર પિતાએ ગળું દબાવી કરી હત્યા
તુર્કીના ફુટબોલરે હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા દીકરાની ગળું દબાવીને હત્યા કરી, 11 દિવસ બાદ પ્રશ્ચાતાપ થતાં પોલીસ સામે ગુનો કબૂલ્યો

તુર્કીના ફુટબોલરે હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા દીકરાની ગળું દબાવીને હત્યા કરી, 11 દિવસ બાદ પ્રશ્ચાતાપ થતાં પોલીસ સામે ગુનો કબૂલ્યો

  • Share this:
અંકારાઃ તુર્કી (Turkey)ના અધિકારીઓએ પૂર્વ ફુટબોલર કેવહેર ટોકટાસ (Cevher Toktas)ની ધરપકડ કરી છે જેણે કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમણની સારવાર કરાવી રહેલા પોતાના પાંચ વર્ષીય દીકરાની હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો છે. કેવહેર ટોકટાસ જાતે પોલીસને હવાલે થઈ ગયો હતો.
તેણે કબૂલ્યું કે, 4 મેના રોજ તેણે પોતાના દીકરાની ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. બાળક કોરોનાના ટેસ્ટિંગમાં નેગેટિવ હોવાનું સામે આવ્યું છે.

ફુટબોલરે કહ્યું કે, તેણે દીકરાની એટલા માટે હત્યા કરી કારણ કે તે તેને પ્રેમ નહોતો કરતો. બાળકને ઉધરસ અને તાવની ફરિયાદ બાદ 23 એપ્રિલે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. તે પોતાના પિતા સાથે આઇસોલેશનમાં રહેતો હતો.

આ પણ વાંચો, આ અફવાના કારણે સલમાન ખાનનો ગુસ્સો આસમાને, ટ્વિટ કરી કાર્યવાહીની આપી ચેતવણી

સ્થાનિક ન્યૂઝ મીડિયા મુજબ, ટોકગાસ જે હાલમાં લીગ ટીમ બર્સા યિલ્ડિરિમ્પોસ્પરની સોથ રમે છે, તેણે પોલીસને જણાવ્યું કે તેણે પોતાના દીકરાનું ગળું દબાવીને હત્યા કરી દીધી. હત્યા કરવા પાછળ તેણે કારણ જણાવ્યું કે તે તેને પ્રેમ નહોતો કરતો. દીકરાની હત્યાના 11 દિવસ બાદ પ્રશ્ચાતાપ થતાં તેણે પોતાની જાતને પોલીસને હવાલે કરી દીધી.

નોંધનીય છે કે, વર્ષ 2007થી 2009ની વચ્ચે ટોકટાસ હૈક્સેટેપ્સે સૉકર લીગ માટે રમ્યો હતો. તેણે થોડા સમય માટે ટર્કિશ ટૉપ ટિયર લીગમાં પણ હિસ્સો લીધો હતો.આ પણ વાંચો, Vodafoneના ગ્રાહકોને આંચકો! હવે આટલો મોંઘો થઈ ગયો આ Popular Plan
First published: May 15, 2020, 9:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading