Coronavirus : પોતાની અડધી સેલેરી દાનમાં આપશે આ ટીમ, ગાંગુલી આપશે ચોખા!

News18 Gujarati
Updated: March 25, 2020, 11:20 PM IST
Coronavirus : પોતાની અડધી સેલેરી દાનમાં આપશે આ ટીમ, ગાંગુલી આપશે ચોખા!
Coronavirus : પોતાની અડધી સેલેરી દાનમાં આપશે આ ટીમ, ગાંગુલી આપશે ચોખા!

બંગાળ ક્રિકેટ એસોસિયેશને પણ કોવિડ-19ની મહામારી સામેની લડાઇમાં 25 લાખ રુપિયા આપવાની જાહેરાત કરી

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસે (Coronavirus) આખી દુનિયામાં કહેર મચાવ્યો છે અને આવા મુશ્કેલ સમયમાં ઘણા ક્રિકેટ દિગ્ગજોએ સમાજની મદદ કરવાની જવાબદારી ઉઠાવી લીધી છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશના ઘણા ખેલાડી પીડિતો અને આ બિમારી સામે ઝઝુમી રહેલા પરિવારોની મદદ માટે આગળ આવ્યા છે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ (Sourav Ganguly) બંગાળમાં પીડિત લોકોને મફત ચોખા આપવાની જાહેરાત કરી છે. ગાંગુલી કોરોના વાયરસના કારણે સરકારી સ્કૂલમાં રહી રહેલા લોકોને 50 લાખ રુપિયાના ચોખા વહેંચવાનો છે.

બંગાળ ક્રિકેટ એસોસિયેશને પણ કોવિડ-19ની મહામારી સામેની લડાઇમાં 25 લાખ રુપિયા આપવાની જાહેરાત કરી છે. જ્યારે તેના અધ્યક્ષ અવિષેક ડાલમિયાએ પાંચ લાખ રુપિયા આપવાની જાહેરાત કરી છે. કૈબ અધ્યક્ષ ડાલમિયાએ કહ્યું હતું કે અમે 25 લાખ રુપિયા અને મેં અંગત રીતે 5 લાખ રુપિયા આપવાનો નિર્ણય કર્યો છે. અમે રાજ્ય સરકારને વાત કરી રહ્યા છીએ કે આ રકમ કેવી રીતે આપી શકાય. આપણે માનવ સભ્યતાના સૌથી કાળા સમયમાં છીએ જ્યારે દુનિયાભરના લોકો કોરોના વાયરસની ચપેટમાં છે. એક જવાબદાર સંસ્થા હોવાના કારણે અમારી જવાબદારી છે કે આ લડાઈમાં પ્રશાસનનો સાથ આપીએ. પ્રશંસકોને પણ રાહતફંડમાં યથાસંભવ યોગદાન આપવાની અપીલ કરી છે.

આ પણ વાંચો - ભારતને વર્લ્ડ કપ જીતાડનાર આ ખેલાડી કોરોના સામે લડી રહ્યો છે જંગ, બચાવી રહ્યો છે લોકોના જીવ

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ખેલાડીઓએ પણ પોતાની અડધી સેલેરી પીડિતો માટે દાન આપવાનો નિર્ણય કર્યો છે. ઢાકા ટ્રિબ્યુનના રિપોર્ટ પ્રમાણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના કકારબદ્ધ 17 ક્રિકેટરો સહિત કુલ 27 ક્રિકેટરોએ દાન આપવાનો નિર્ણય કર્યો છે. બાકી દસ ખેલાડી પણ રાષ્ટ્રીય ટીમના સભ્ય રહી ચૂક્યા છે.
First published: March 25, 2020
વધુ વાંચો
अगली ख़बर