Coronavirus: હોટલની રુમમાં બંધ આ સ્ટાર ક્રિકેટરનું દુ:ખ છલકાયું, કહ્યું - પુત્રીને પણ મળી શકતો નથી

News18 Gujarati
Updated: March 24, 2020, 3:06 PM IST
Coronavirus: હોટલની રુમમાં બંધ આ સ્ટાર ક્રિકેટરનું દુ:ખ છલકાયું, કહ્યું - પુત્રીને પણ મળી શકતો નથી
Coronavirus: હોટલની રુમમાં બંધ આ સ્ટાર ક્રિકેટરનું દુ:ખ છલકાયું, કહ્યું - પુત્રીને પણ મળી શકતો નથી

આ ક્રિકેટર અમેરિકાની એક હોટલમાં 14 દિવસ માટે સેલ્ફ આઈસોલેશનમાં ચાલ્યો ગયો છે

  • Share this:
નવી દિલ્હી : બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના (Bangladesh Cricket Team)ના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને (Shakib Al Hasan)ફેસબુક પર એક ભાવુક પોસ્ટ કરી છે. જેમાં તેણે બતાવ્યું છે કે કોરોના વાયરસ(Coronavirus)ના કારણે પોતાની પુત્રીને પણ મળી શકતો નથી. શાકિબ હાલ અમેરિકાની એક હોટલમાં સેલ્ફ આઇસોલેશનમાં છે. શાકિબ લાંબા સમયથી ટીમની બહાર છે. આઈપીએલ દરમિયાન થયેલી મેચ ફિક્સિંગની વાત છુપાવવા બદલ આઈસીસીએ પ્રતિબંધ લગાવી રાખ્યો છે.

શાકિબ અલ હસને ફેસબુક પર વીડિયો જાહેર કરીને કહ્યું છે કે આખરે કેમ તે અમેરિકાની એક હોટલમાં 14 દિવસ માટે સેલ્ફ આઈસોલેશનમાં ચાલ્યો ગયો છે. બાંગ્લાદેશનો આ દિગ્ગજ ઓલરાઉન્ડર થોડા દિવસો જ અમેરિકા પહોંચ્યો હતો.

આ પણ વાંચો - યૂરોપથી પરત ફરતા જ પોલીસ પાસે ગયો આ દિગ્ગજ ખેલાડી, પછી થયો ઘરમાં કેદ

શાકિબ અલ હસનના મતે હું અમેરિકા જઈ રહ્યો હતો તો તેને કોરોના વાયરસની ચપેટમાં આવવાની પુરી આશંકા હતી. જેથી મેં પોતાને આઈસોલેટ કરવાનો નિર્ણય કર્યો હતો. અહીં આવ્યા પછી મેં પોતાની પુત્રી સાથે પણ મુલાકાત કરી નથી. આ ઘણું દર્દનાક છે કે હું પોતાની પુત્રીને જોઈ શકતો નથી. જોકે મને લાગે છે કે વર્તમાન સમયમાં આ બલિદાન આપવું ઘણું મહત્વનું છે.

શાકિબ અલ હસને આ સાથે કહ્યું છે કે જે લોકો વિદેશમાં રોકાયા છે તે જરુરી છે કે બહાર ના નિકળે. આ સિવાય એ વાતનું પણ ધ્યાન રાખો કે સબંધીઓ અને પડોશીઓને પોતાને ત્યાં ના આવવા દઈએ. ઓછામાં ઓછા 14 દિવસ ઘર પર સુરક્ષિત રહેવું ઘણું મહત્વપૂર્ણ છે.
First published: March 24, 2020, 3:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading