યૂરોપથી પરત ફરતા જ પોલીસ પાસે ગયો આ દિગ્ગજ ખેલાડી, પછી થયો ઘરમાં કેદ

News18 Gujarati
Updated: March 23, 2020, 2:45 PM IST
યૂરોપથી પરત ફરતા જ પોલીસ પાસે ગયો આ દિગ્ગજ ખેલાડી, પછી થયો ઘરમાં કેદ
કોરોના વાયરસના કહેરના કારણે સ્પોર્ટ્સની બધી ઇવેન્ટ્સ હાલ પુરતી રદ કરી દેવામાં આવી છે

કોરોના વાયરસના કહેરના કારણે સ્પોર્ટ્સની બધી ઇવેન્ટ્સ હાલ પુરતી રદ કરી દેવામાં આવી છે

  • Share this:
નવી દિલ્હી: કોરોના વાયરસનાના (Coronavirus)કહેરના કારણે આખી દુનિયા એકબીજાને મળવાથી દૂર ભાગી રહી છે. આ મહામારીનો સૌથી વધારે કહેર યૂરોપ પર જોવા મળી રહ્યો છે. ઇટાલીમાં ઘણા લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. બીજા દેશમાંથી પોતાના ઘરે પરત ફરતા લોકો પણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના દિશા નિર્દેશોનું પાલન કરતા 14 દિવસ માટે પોતાને આઇસોલેશનમાં રાખી રહ્યા છે. શ્રીલંકાના પૂર્વ દિગગ્જ ખેલાડી કુમાર સંગાકારા (Kumar Sangakkara)એ પણ પોતાને અલગ-થલગ કરી લીધો છે. સંગાકારા હાલમાં જ યૂરોપથી પરત ફર્યો હતો.

કુમાર સંગાકારાએ કહ્યું હતું કે તેની અંદર કોરોના સંબંધિત કોઇ લક્ષણો જોવા મળ્યા નથી પણ તે સરકારની સલાહનું પાલન કરી રહ્યો છે. લંડનથી પરત ફર્યાને કેટલાક સપ્તાહ થયા છે અને અહીં આવ્યા પછી ખબર પડી કે 1 થી 15 માર્ચ વચ્ચે યૂરોપની યાત્રા કરનાર લોકોએ પોલીસ પાસે પોતાનું રજિસ્ટર કરાવવાનું છે અને આઇસોલેશન પર રહેવાનું છે. સંગાકારાએ કહ્યું કે તેણે પોલીસ પાસે જઈને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી લીધું છે.

આ પણ વાંચો - 24 માર્ચે આઈપીએલને લઈને મોટો નિર્ણય, વીડિયો કોન્ફરન્સથી થશે મહત્વની બેઠક

આખી દુનિયામાં અત્યાર સુધી 13 હજારથી વધારે લોકો કોરોના વાયરસના કારણે પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. સાડા ત્રણ લાખથી વધારે લોકો સંક્રમિત છે. શ્રીલંકામાં લગભગ 80 કેસ સામે આવ્યા છે. જેના કારણે લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે. હાલમાં જ 200થી વધારે શ્રીલંકન તીર્થ યાત્રીઓને ભારત પાછા મોકલ્યા છે. ભારતમાં લગભગ 400 લોકો સંક્રમિત છે.

આ મહામારીના કારણે સ્પોર્ટ્સની બધી ઇવેન્ટ્સ હાલ પુરતી રદ કરી દેવામાં આવી છે.
First published: March 23, 2020, 2:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading