IPL 2021 પર પણ કોરોનાના ખતરો, છ ખેલાડી પર BCCIની ચાંપતી નજર

ભારતીય ક્રિકેટ ખેલાડીઓ (ફાઇલ તસવીર)

IPL 2021: બીસીસીઆઈ (BCCI) અને આઈપીએલ ફ્રેન્ચાઇઝી પરમાર (Yogesh Parmar)ના સંપર્કમાં આવેલા ખેલાડીઓ પર નજર રાખી રહ્યા છે.

 • Share this:
  નવી દિલ્હી: ભારત-ઇંગ્લેન્ડ (India vs England) ટેસ્ટ સીરીઝ પછી આઈપીએ 221 (IPO) પર પણ કોરોનાનો ખતરો તોળાઈ રહ્યો છે. ભારતીય ટીમમાં કોરોનાના કેસ સામે આવ્યા બાદ માન્ચેસ્ટરમાં યોજાનારી પાંચમી ટેસ્ટ (Manchester test) રદ કરી દેવામાં આવી હતી. અંતિમ ટેસ્ટ પહેલા ભારતીય ટીમના ફિજિયો યોગેશ પરમાર (Yogesh Parmar) કોરોના પોઝિટિવ આવ્યા હતા. બીસીસીઆઈ (BCCI) અને આઈપીએલ ફ્રેન્ચાઇઝી પરમારના સંપર્કમાં આવેલા ખેલાડીઓ પર નજર રાખી રહ્યા છે. પરમાર ભારતના સલામી બેટ્સમેન રોહિત શર્મા, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, ચેતેશ્વર પૂજારા, રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ સાથે વધારે સંપર્કમાં હતા.

  Insidesportના રિપોર્ટ પ્રમાણે મોહમ્મદ સિરાજ એ ખેલાડીઓમાંનો એક છે જેણે વિરાટ કોહલી (Virat Kohli) સાથે લંડનમાં મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) સાથે બુક લૉંચ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રોહિત શર્મા એ ખેલાડીઓમાંનો એક છે જેણે મેચ રદ કરવાની તરફેણ કરી હતી. રોહિતના હેમસ્ટ્રિંગની સારવાર પરમાર જ કરી રહ્યા હતા. આથી મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. બીસીસીઆઈએ આ ખેલાડીઓને ખૂબ જ સાવધાની રાખવાની અને હોટલના રૂમમાં જ રહેવાની સલાહ આપી છે.

  આઈપીએલ ટીમ સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, "અમે આ અંગે બીસીબીઆઈની સૂચના અને માર્ગદર્શનની રાહ જોઈશું. અમે એટલું જ ઇચ્છીએ છીએ કે તમામ ખેલાડી સુરક્ષિત રીતે યૂએઈ પહોંચે. જો કોઈ કોરોના પોઝિટિવ આવે છે તો તેનો પ્રભાવ ટૂર્નામેન્ટ પર પડી શકે છે. તમામને રસીના ડોઝ લાગી ગયા છે, કોઈને સમસ્યા નથી આવી રહી."

  આ પણ વાંચો: IPL 2021: આઈપીએલમાં મોટો ફેરફાર, જો બોલ સ્ટેન્ડમાં જાય તો કરવું પડશે આ કાર્ય

  ઉલ્લેખનીય છે કે આઈપીએલ માટે ખેલાડીઓ કોમર્શિયલ ફ્લાઇટ મારફતે યૂએઈ પહોંચશે. આ ઉપરાંત આઈપીએ 2021 શરૂ થયા પહેલા છ દિવસ સુધી ક્વોરન્ટીન રહેશે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ રવિવારે ચાર્ડટ પ્લેન મારફતે કેપ્ટન વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજને દુબઈ લાવશે. કેપ્ટન રોહિત શર્મા સહિત મુંબઈ ઇન્ડિયન્સના સિતારા શનિવારે માન્ચેસ્ટરથી દુબઈ જવા માટે રવાના થશે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સની ટીમ પણ પાંચમી ટેસ્ટ રદ થયા બાદ કોમર્શિયલ ફ્લાઇટ મારફતે ખેલાડીઓને દુબઈ લઈ જવાનો પ્રયા કરી રહી છે.

  બીસીસીઆઈ તરફથી આ પહેલા ચાર્ટર્ડ વિમાનથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટમાં સામેલ ખેલાડીઓને 15 સપ્ટેમ્બરના રોજ આઈપીએલ માટે યૂએઈ લઈ જવાની યોજના બનાવી હતી. ભારતીય ટીમમાં કોવિડ-9ના પ્રકોપને પગલે શુક્રવારે પાંચમી ટેસ્ટ મેચ રદ કરવામાં આવી હતી.
  ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ  ન્યૂઝ માટે  અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવી જોવા માટે અહીં ક્લિક કરો.
  Published by:Vinod Zankhaliya
  First published: