Coronavirus : પૈસા માટે તરસી રહ્યા છે ઓસ્ટ્રેલિયન ખેલાડી, ઘર ચલાવવું બન્યું મુશ્કેલ!

News18 Gujarati
Updated: April 9, 2020, 3:29 PM IST
Coronavirus : પૈસા માટે તરસી રહ્યા છે ઓસ્ટ્રેલિયન ખેલાડી, ઘર ચલાવવું બન્યું મુશ્કેલ!
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસે (Coronavirus)ક્રિકેટ અને બીજી રમતોને પૂરી રીતે ઠપ કરી દીધી છે

  • Share this:
મેલબોર્ન : કોરોના વાયરસે (Coronavirus)ક્રિકેટ અને બીજી રમતોને પૂરી રીતે ઠપ કરી દીધી છે. ઘણા દેશોએ પોતાને ત્યાં લોકડાઉન લગાવી દીધું છે. જેમાં એક ઓસ્ટ્રેલિયા છે. ઓસ્ટ્રેલિયામાં (Australia)કોરોનાના કારણે 6 મહિનાનું લોકડાઉન છે. જેના કારણે બધી ઓફિસો અને બીજી સુવિધા બંધ છે. આ લોકડાઉનના કારણે ઓસ્ટ્રેલિયાના ઘણા ખેલાડીઓ સંકટમાં આવી ગયા છે. ઓસ્ટ્રેલિયન મીડિયાના મતે લોકડાઉનના કારણે ખેલાડીઓની આવક બંધ થઈ ગઈ છે અને ઘર ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કોરોનાના કારણે બનેલી પરિસ્થિતિમાં ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ખેલાડીઓને ત્યાંની સરકારની મદદ મળી રહી નથી. કોરોનાની અસર ઓસ્ટ્રેલિયાના પૂર્વ અને વર્તમાન ખેલાડીઓ પર પડી રહી છે, જે બહારની આવક પર નિર્ભર છે. જોકે હવે આ ખેલાડીઓની મદદ માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિયેશન (ACA) આગળ આવ્યું છે. એસોસિયેશને બુધવારે મદદની રાહ જોઈ રહેલા ખેલાડીઓ માટે 2500,00 ઓસ્ટ્રેલિયન ડોલર્સ એટલે કે લગભગ 1 કરોડથી વધારે રકમ જારી કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો - Coronavirus: સુનીલ ગાવસ્કરે આપ્યા લાખો રુપિયા, પૂજારા પણ મદદ માટે આગળ આવ્યો

ACAએ એક નિવેદનમાં કહ્યું છે કે અમારા જે સભ્ય સરકારી મદદની રાહ જોઈ રહ્યા છે તેમના માટે અમે એસીએના ઇમરજન્સી ફંડમાંથી પૈસા જારી કરી રહ્યા છીએ. તેમના માટે અમે 250,000 ડોલરની મદદ આપી રહ્યા છીએ. અમે કેટલાક સપ્તાહમાં તે સભ્યો સાથે વાત કરી જે લોકડાઉનના કારણે ઘણા પરેશાનીમાં છે.

ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાના કેટલાક ખાસ ક્રિકેટર્સને છોડી દેવામાં આવે તો બીજા ક્રિકેટર્સની એટલી બધી આવક હોતી નથી. સ્મિથ અને વોર્નર જેવા ખેલાડી ઘણા પૈસા કમાય છે પણ બીજા ખેલાડીઓએ આવક માટે ક્રિકેટ સિવાય બીજા કામો પણ કરવા પડે છે.
First published: April 9, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading