Corona Virus :ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે બાકી બે વન-ડે મેચ ખાલી સ્ટેડિયમમાં રમશે!

News18 Gujarati
Updated: March 12, 2020, 9:52 PM IST
Corona Virus :ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે બાકી બે વન-ડે મેચ ખાલી સ્ટેડિયમમાં રમશે!
ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે બાકી બે વન-ડે મેચ ખાલી સ્ટેડિયમમાં રમશે!

સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે ચાલી રહેલી રણજી ટ્રોફીની ફાઇનલ મેચનો અંતિમ દિવસ પણ ખાલી સ્ટેડિયમમાં રમાશે

  • Share this:
રાજકોટ : કોરોના વાયરસ (CoronaVirus)ની અસર ભારતીય ક્રિકેટ ઉપર પણ જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે (India vs South Africa) 15 અને 18 માર્ચે રમાનાર શ્રેણીની બીજી અને ત્રીજી વન-ડે મેચનું આયોજન ખાલી સ્ટેડિયમમાં કરવામાં આવશે. એવા પણ સમાચાર છે કે સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે ચાલી રહેલી રણજી ટ્રોફીની ફાઇનલ મેચનો અંતિમ દિવસ પણ ખાલી સ્ટેડિયમમાં રમાશે. 13 માર્ચે રણજી ટ્રોફી ફાઇનલનો અંતિમ દિવસ છે.

દક્ષિણ આફ્રિકા સામે બાકી બચેલી બે વન-ડે મેચને લઈને બીસીસીઆઈ (BCCI)ના એક સૂત્રએ કહ્યું છે કે સરકારે સ્પોર્ટ્સની ઇવેન્ટ્સની લઈને એડવાઇઝરી જાહેર કરી છે અને તે પ્રમાણે મેચનું આયોજન કરવામાં આવશે. સુત્રએ જણાવ્યું છે કે બીજી અને ત્રીજી વન-ડે મેચમાં સરકારની આ એડવાઇઝરીને ધ્યાનમાં રાખવામાં આવશે. શ્રેણીની બીજી વન-ડે લખનઉ અને ત્રીજી વન-ડે કોલકાતામાં રમાશે. સ્વાસ્થ્ય મંત્રાલયે એડવાઇઝરી જાહેર કરીને બધા ફેડરેશનને કહ્યું છે કે તે વધારે ભીડભાડથી બચે.



આ પણ વાંચો - ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ વન-ડે રદ, વરસાદના કારણે ટોસ પણ ન થયો

રિપોર્ટ્સ પ્રમાણે શ્રેણીની અંતિમ બે મેચ ખાલી સ્ટેડિયમમાં કરાવવાના નિર્ણય પછી બીસીસીઆઈ ટિકિટના પૈસા પાછા આપશે. આ પહેલા બંને ટીમો વચ્ચે શ્રેણીની પ્રથમ મેચ ધર્મશાલામાં રમાઈ હતી. જે વરસાદના કારણે રદ થઈ છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO)કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે પૃષ્ટી કરી છે કે કુલ 73 મામલામાં 56 ભારતીય અને 17 વિદેશી છે
First published: March 12, 2020
વધુ વાંચો
अगली ख़बर