ધર્મશાળામાં ભારત અને દક્ષિણ આફ્રિકા વન-ડે મેચ પર કોરોનાવાયરસનો ખતરો!

News18 Gujarati
Updated: March 5, 2020, 3:55 PM IST
ધર્મશાળામાં ભારત અને દક્ષિણ આફ્રિકા વન-ડે મેચ પર કોરોનાવાયરસનો ખતરો!
ધર્મશાળામાં ભારત અને દક્ષિણ આફ્રિકા વન-ડે મેચ પર કોરોનાવાયરસનો ખતરો!

12 માર્ચે ભારત અને દક્ષિણ આફ્રિકાવચ્ચે પ્રથમ વન-ડે રમાશે

  • Share this:
ધર્મશાળા/શિમલા : હિમાચલ પ્રદેશના કાંગડાના ધર્મશાળા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ (Dharamshala Cricket Stadium)માં 12 માર્ચે ભારત અને દક્ષિણ આફ્રિકા (India South Africa one-day)વચ્ચે પ્રથમ વન-ડે રમાશે. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ધર્મશાળામાં (Dharamshala) ઉપસ્થિત રહશે. જોકે આ મેચ પર કોરોનાવાયરસ(Corona Virus) નો ખતરો મંડરાઇ રહ્યો છે. કારણ કે મેચ જોવા માટે દેશ-પ્રદેશ અને દુનિયાભરના ક્રિકેટપ્રેમી પહોંચશે. આ કારણે કોરોનાવાયરસ ફેલાવવાની આશંકાથી ઇન્કાર કરી શકાય નહીં. હિમાચલ ક્રિકેટ એસોસિયેશન તરફથી આ બાબતે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે ધર્મશાલા વન-ડે મેચ માટે દક્ષિણ આફ્રિકાની ટીમ 10 ફેબ્રુઆરીએ પહોંચશે.

હિમાચલ ક્રિકેટ એસોસિયેશનના પદાધિકારી સંજય શર્માએ જણાવ્યું હતું કે તેમની તરફથી આ સંબંધમાં કોઈ સુવિધા કરવામાં આવી નથી. કારણ કે કોરોના મામલા પર રાજ્ય સ્વાસ્થ્ય વિભાગે નિર્ણય લેવાનો છે. વાયરસની આશંકાને લઈને મેડિકલ બૂથ કે અન્ય સ્તરની સુવિધા પ્રદેશ સરકારે કરવાની છે. જો કોઈ આદેશ આવશે તો અમલ કરવામાં આવશે.

આ પણ વાંચો - ટીમ ઇન્ડિયાના પસંદગીકારના ઇન્ટરવ્યૂમાં ધોનીને લઈને પૂછાયો આવો સવાલ

ધર્મશાલામાં બનેલા ક્રિકેટ સ્ટેડિયમમાં 22 હજાર લોકો બેસી શકે તેટલી ક્ષમતા છે. આ સ્ટેડિયમમાં ચોથી વન-ડે મેચ રમાશે. ધર્મશાલા ટૂરિસ્ટ સ્પોટ પણ છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.

કાંગડા જિલ્લાના સીએમઓ ડૉ. ગુરુદર્શન ગુપ્તાએ કહ્યું હતું કે કોરોનાવાયરસને લઈને એડવાઇઝરી છે કે મોટા સ્તર પર લોકો ભેગા ના થાય. મેચ દરમિયાન વ્યવસ્થાને લઈને નિર્ણય સરકારના સ્તરે લેવામાં આવે છે. તે આના પર વધારે કશું બોલી શકશે નહીં. પ્રદેશમાં વાયરસનો પ્રકોપ મોટા સ્તર પર નથી. હિમાચલ પ્રદેશમાં કોરોનાના ત્રણ સંદિગ્ધ કેસ સામે આવ્યા છે.
First published: March 5, 2020, 3:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading