કોરોના વાયરસના કારણે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વન-ડે શ્રેણી રદ

News18 Gujarati
Updated: March 13, 2020, 6:14 PM IST
કોરોના વાયરસના કારણે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વન-ડે શ્રેણી રદ
કોરોના વાયરસના કારણે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વન-ડે શ્રેણી રદ

શ્રેણીની બીજી વન-ડે 15 માર્ચે લખનઉમાં અને ત્રીજી વન-ડે 18 માર્ચે કોલકાતામાં રમાવાની હતી

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસના કારણે (CoronaVirus)ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણી રદ થઈ ગઈ છે. ત્રણ મેચની વન-ડે શ્રેણીનો પ્રથમ મુકાબલો ધર્મશાલામાં ભારે વરસાદના કારણે રદ થયો હતો. હવે બાકી બચેલી બે વન-ડે મેચ કોરોના વાયરસના કારણે રદ કરવામાં આવી છે. શ્રેણીની બીજી વન-ડે 15 માર્ચે લખનઉમાં અને ત્રીજી વન-ડે 18 માર્ચે કોલકાતામાં રમાવાની હતી.

આ પહેલા બીજી અને ત્રીજી વન-ડે મેચનું આયોજન ખાલી સ્ટેડિયમમાં કરવામાં આવશે તેવા રિપોર્ટ હતા. જોકે હવે મેચ રદ કરવાનો જ નિર્ણય લેવાયો છે. સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રમાયેલી રણજી ટ્રોફીની ફાઇનલ મેચનો અંતિમ દિવસ ખાલી સ્ટેડિયમ રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - પ્રશંસકો વગર ખેલાડીઓને ખાલી સ્ટેડિયમમાં થઈ મુશ્કેલી, સ્ટેન્ડમાં જવું પડે છે બોલ લેવા

બીજી તરફ ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020) પણ કોરોના વાયરસ (Coronavirus)ના વધતા પ્રકોપને કારણે ટૂર્નામેન્ટને બે સપ્તાહ માટે ટાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ટૂર્નામેન્ટની 13મી સીઝનની શરૂઆત 15 એપ્રિલથી થશે. આઈપીએલ-13ની શરૂઆત 29 માર્ચથી મુંબઈમાં ચેન્નઇ સુપરકિંગ્સ (Chennai Super Kings) અને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ની વચ્ચેની મેચથી થવાની હતી.

ભારત સરકાર તરફથી જાહેર એડવાઇઝરી બાદ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly), બાર્ડ સચિવ જય શાહ (Jay Shah) અને ઈન્ડિયન પ્રિમિયર લીગના ઉચ્ચ અધિકારીઓએ આ ટૂર્નામેન્ટનો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. બોર્ડની રિલીઝ મુજબ, બીસીસીઆઈ (BCCI)એ IPL 2020ને 15 એપ્રિલ સુધી ટાળવાનો નિર્ણય કર્યો છે. આ પગલું કોરોના વાયરસના કારણે ઊભી થયેલી સ્થિતિને ધ્યાને લઈ તકેદારીના ભાગ રૂપે ઉઠાવવામાં આવ્યું છે. બીસીસીઆઈ આ મુદ્દાને લઈ પોતાના હિતધારકો અને લોકોના સ્વાસ્થ્યને લઈ ચિંતિત છે. બીસીસીઆઈ આ મામલે સરકારની સાથે કામ કરી રહ્યું છે.
First published: March 13, 2020, 6:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading