Corona effect on Cricket: ક્રિકેટ પર ફરી કોરોનાનો સાયો પડ્યો છે. દેશમાં વધતા જતા કોરોનાના કેસના કારણે બીસીસીઆઈએ એક મોટો નિર્ણય લીધો છે અને ક્રિકેટ ટુર્નામેન્ટ રદ કરી છે. (BCCI Postpone Cricket Tournament) ક્રિકેટમાં કોરોનાના પડછાયાના કારણે આગામી ટુર્નામેન્ટોને મોકૂફ રાખવાની ફરજ પડી છે. બીસીસીઆઈના સચિવ જય શાહ દ્વારા લેવાયેલા નિર્ણયની જાણ કરવામાં આવી છે.
બીસીસીઆઈએ રણજી ટ્રોફીને થોડા સમય માટે મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે કે આ ઉપરાંત કર્નલ સી.કે. નાયડૂ ટ્રૉફી, મહિલા ટી-20 લીગ ટાળી દેવામાં આવી છે. રણજી ટ્રોફી જાન્યુઆરીના પ્રારંભથી યોજાવાની હતી જ્યારે કે મહિલા ટી-20 લીગની શરૂઆત ફેબ્રુઆરીમાં થવાની હતી. જોકે, વર્તમાન સમયમમાં યોજાઈ રહેલી કૂચ બિહાર ટ્રોફી યથાવત રહેશે.
બીસીસીઆઈ દ્વારા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે બોર્ડ કોઈ પણ પ્રકારનો ખતરો લેવા માંગતુ નથી. ખેલાડી, સપોર્ટ સ્ટાફ, મેચ ઓફિશિયલ અને અન્ય લોકોને બોર્ડ ખતરામાં મૂકવા માંગતુ નથી. વર્તમાન સમયની સ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીસીસીઆઈ સતત સ્થિતિની સમીક્ષા કરી રહ્યુ છે. આગામી સમયમાં નિર્ણય કરશે.
દરમિયાન રાજ્યમાં આજે કોરોનાના નવા 2265 કેસ નોંધાયા છે જ્યારે વહેલી સવારે સામે આવેલા આંકડા મુજબ ભારતમાં કોરોનાના 33,000 કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં રમતગમત આમ પણ કોરોનાના કારણે પ્રભાવિત હતું. આઈપીએલને ગત વર્ષે બીજી લહેરમાં સ્થગિત કરવી પડી હતી અને બાદમાં તેને દુબઈમાં યોજવાની ફરજ પડી હતી.
દેશમાં અન્ય રમતની ચર્ચા કરવામાં આવે તો કોરોનાના કારણે આ વર્ષે પ્રો કબડ્ડી દર્શકો વગર યોજાઈ રહી છે પીકેએલની સિઝન 8 બેંગ્લુરુમાં ઈન્ડોર સ્ટેડિયમમાં વગર દર્શકોએ યોજવામાં આવી રહી છે અને ખેલાડીઓ તેમજ સ્ટાફ માટે બાયો બબલની રચના કરવામાં આવી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર