Home /News /sport /કેદાર જાધવે શેર કરી તસવીર: ફેન્સે કહ્યું, 'હાર્દિક-રાહુલના ઘા પર મીઠું ભભરાવ્યું!'

કેદાર જાધવે શેર કરી તસવીર: ફેન્સે કહ્યું, 'હાર્દિક-રાહુલના ઘા પર મીઠું ભભરાવ્યું!'

કેદાર જાધવે ટ્વીટર પર શેર કરેલી તસવીર

તસવીરને શેર કરતાં કેદાર જાધવે લખ્યું કે, 'ચાનો એક કપ સૌથી વધુ સારું કામ કરી શકે છે'

ન્યૂઝ18 ગુજરાતી: ટીમ ઈન્ડિયાના ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ કરણ જોહરના ચેટ શો કોફિ વિથ કરણમાં મહિલાઓ પર કરેલી ટિપ્પણીના કારણે મુશ્કેલીમાં ફસાઈ ચૂક્યા છે. બંને પ્લેયર્સને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસથી ભારત પરત બોલાવી લેવામાં આવ્યા છે. આ મામલાની તપાસ થાય ત્યાં સુધી હાર્દિક-રાહુલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

હાર્દિક-રાહુલના સ્થાને ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર વિજય શંકર અને શુભગન ગીલને સામેલ કરવામાં આવ્યા છે. બીજી તરફ, ભારત 3 મેચોની વનડે સીરીઝની પહેલી મેચ હારી ચૂક્યું છે. ટીમ ઈન્ડિયાના પ્લેયર હવે બીજી વનડે મેચ માટે એડિલેડ પહોંચી ગયા છે.

એડિલેડ પહોંચેલા અનેક પ્લેયર્સે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ પહેલા રોહિત શર્મા અને કેદાર જાધવના ડાન્સ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યું છે. હવે કેદાર જાધવે શિખર ધવન અને મહેન્દ્રસિંહ ધોનીની સાથે એક તસવીર શેર કરી છે. કેદાર જાધવની આ તસવીર પર ફેન્સે ફરી એકવાર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલનો મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું છે.

મૂળે, કેદાર જાધવે ધવન અને ધોનીની સાથે ચા પીતી તસવીર શેર કરી છે. આ તસવીરને શેર કરતાં જાધવે લખ્યું કે, 'ચાનો એક કપ સૌથી વધુ સારું કામ કરી શકે છે.'

 કેદારની આ તસવીર પર ફેન્સે હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને ટ્રોલ કરી દીધા છે.

કેદાર જાધવની આ તસવીર પર યૂઝર્સનું કહેવું છે કે આ હાદિર્ક પંડ્યા અને કેએલ રાહુલના ઘા પર મીઠું ભભરાવવા જેવું છે. મૂળે, કોફી વિથ કરનમાં મહિલાઓ પર ટિપ્પણી કર્યા બાદ હાર્દિક પંડ્યાની ખૂબ ટીકા થઈ હતી. આ મામલામાં હાર્દિકની સાથે રાહુલને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને બંને પ્લેયર્સ સામે તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો, હાર્દિક પંડ્યાનો સવાલ પુછ્યો તો ભડકી અભિનેત્રી, ક્યારેક હતી અફેરની ચર્ચા
First published:

Tags: Dhoni, Kedar Jadhav, Twitter, બીસીસીઆઇ, હાર્દિક પંડ્યા