એડિલેડ ટેસ્ટઃ અંતિમ કેચ પર ઓસ્ટ્રેલિયન મીડિયાએ ઉભો કર્યો વિવાદ

News18 Gujarati
Updated: December 11, 2018, 4:30 PM IST
એડિલેડ ટેસ્ટઃ અંતિમ કેચ પર ઓસ્ટ્રેલિયન મીડિયાએ ઉભો કર્યો વિવાદ
એડિલેડ ટેસ્ટઃ અંતિમ કેચ પર ઓસ્ટ્રેલિયન મીડિયાએ ઉભો કર્યો વિવાદ

ઓસ્ટ્રેલિયાના ફોક્સ ક્રિકેટે અંતિમ કેચનો વીડિયો શેર કરતા લખ્યું છે કે શું અંતિમ કેચ ક્લિન હતો?

  • Share this:
એડિલેડમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 31 રને હરાવી 10 વર્ષ પછી જીત મેળવી છે. ભારતે છેલ્લે ઓસ્ટ્રેલિયામાં 2008માં ટેસ્ટ મેચ જીત્યું હતું. ભારતીય ટીમ જ્યારે આ મેચમાં મળેલી જીતની ઉજવણી કરી હતી. બીજી તરફ ટેસ્ટ મેચમાં અંતિમ વિકેટના કેચ પર વિવાદ થયો હતો.

અંતિમ વિકેટના રુપમાં હેઝલવુડ અશ્વિનની ઓવરમાં આઉટ થયો હતો. હેઝલવુડનો કેચ લોકેશ રાહુલે પકડ્યો હતો. આ કેચ ઉપર શંકા ઉભી કરીને ઓસ્ટ્રેલિયન મીડિયા આ જીત પર સવાલ ઉઠાવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના ફોક્સ ક્રિકેટે અંતિમ કેચનો વીડિયો શેર કરતા લખ્યું છે કે શું અંતિમ કેચ ક્લિન હતો? આ વીડિયો શેર કર્યા પછી ભારતીય પ્રશંસકોએ ફોક્સ ક્રિકેટ સામે નારાજગી વ્યક્ત કરી છે.

ફોક્સ ક્રિકેટ સિવાય પત્રકાર ડીન રિચીએ પણ અંતિમ કેચ પર શંકા વ્યક્ત કરી છે. તેણે ટ્વિટર પર લખ્યું હતું કે ખોટો ખેલાડી બનવા માંગતો નથી પણ અંતિમ કેચના કેટલાક રિપ્લે જોવા માંગીશ. એક અન્ય પત્રકાર મેટ બેજલીએ ટ્વિટ કર્યું હતું કે શું આપણે અંતિમ કેચ સાથે સહમત છીએ? મેં ફક્ત મોબાઈલ પર રીપ્લે જોયો છે.


પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને કોમેન્ટેટર ડીન જાન્સે પણ અંતિમ કેચ પર સવાલ ઉઠાવતા એક કેચનો વીડિયો રીટ્વિટ કર્યો છે. જોન્સે લખ્યું છે કે મારું કહેવું છે કે અમ્પાયરોએ આ કેચને જોવાની જરુર છે. તેમણે ચેક કરવો જોઈએ કે નો બોલ ન હતો ને. દરેક વિકેટ પર આ ચેક કરવામાં આવે છે તો આ કેચને કેમ ના કરવામાં આવે?. ડીન જોન્સના આ ટ્વિટ પછી ભારતીય પ્રશંસકો નારાજ થયા હતા. આ પછી જોન્સે ટ્વિટ કરીને કેચને સાચો કહ્યો હતો. પછી ટ્વિટ કર્યું હતું કે મેં આગળથી કેચને જોયો છે..બધુ યોગ્ય છે...ભારતે શાનદાર રમત બતાવી.
First published: December 11, 2018, 4:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading