વર્લ્ડ કપમાં ભારતની ‘ભગવી’ જર્સી સામે કોંગ્રેસ-સપાનો વિરોધ; ICCએ આપ્યો જવાબ

ટીમ ઇન્ડિયાની વર્લ્ડ કપની જર્સી સામે કોંગ્રેસ-સપાનો વિરોધ

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ઇંગ્લેન્ડ સામે મેચ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમની ભગવા રંગની જર્સીને લઈને વિવાદ થયો

 • Share this:
  આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ઇંગ્લેન્ડ સામે મેચ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમની ભગવા રંગની જર્સીને લઈને વિવાદ થયો છે. ભારતના કેટલાક રાજનીતિક દળોએ આ જર્સી પર વાંધો ઉઠાવ્યો છે અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ જર્સીના કલરમાં ભગવા રંગને પસંદ કરવા બદલ વિરોધ વ્યક્ત કર્યો છે. તેમનો મત છે કે બીસીસીઆઈએ આ રંગ કેન્દ્ર સરકારને ખુશ કરવા માટે પસંદ કર્યો છે. બીજેપીએ આ આરોપોને ફગાવી દીધા છે. બીજી તરફ આઈસીસીએ કહ્યું છે કે કલર કોમ્બિનેશન તેમની તરફથી બીસીસીઆઈને મોકલવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 30 જૂને બર્મિઘમમાં મુકાબલો થવાનો છે.

  હજુ સુધી સત્તાવાર રીતે ભારતીય ક્રિકેટ ટીમની જર્સી સામે આવી નથી. સોશિયલ મીડિયામાં જર્સીની અલગ-અલગ તસવીરો શેર કરવામાં આવી રહી છે. જોકે એ સ્પષ્ટ થયું છે કે ઇંગ્લેન્ડ સામે જે મેચ થશે તેમાં ટીમ ઇન્ડિયાની જર્સીમાં ઓરેન્જ શેડ પણ હશે.

  આવી રીતે બન્યો નિયમ - આ નિયમ ફૂટબોલના અવે અને હોમ મુકાબલામાં પહેરાતી જર્સીથી પ્રેરિત થઈને બનાવ્યો છે.

  ઇંગ્લેન્ડને આ માટે પ્રમુખતા - આવા મામલોમાં યજમાન ટીમને પોતાની પૂર્વ નિર્ધારિત રંગની જર્સી પહેરવાની મંજૂરી મળી છે.

  ભારતની વર્લ્ડ કપમાં બે જર્સી છે.


  દેશને ભગવા રંગમાં રંગવા માગે છે મોદી - સપા
  સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ કહ્યું હતું કે મોદી આખા દેશને ભગવા રંગમાં રંગવા માંગે છે. મોદીજી ને બતાવવા માંગીશ કે ઝંડાનો કલર આપનાર મુસ્લિમ હતો. તિરંગામાં બીજા પણ રંગો છે ફક્ત ભગવો જ કેમ. તિરંગાના રંગમાં જર્સી હોત તો સારું હતું.

  આ પણ વાંચો - CWC19: કોહલી ઈંગ્લેન્ડમાં સદી કેમ ફટકારી નથી શકતો?

  મોદી સરકાર કરી રહી છે ભગવા રાજનીતિ- કોંગ્રેસ
  કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી નસીમ ખાને કહ્યું છે કે મોદી સરકાર જ્યારથી આવી છે ત્યારથી ભગવા રાજનીતિ શરુ થઈ છે. આ સરકાર દરેક બાબતમાં ભગવાકરણ તરફ આગળ વધી રહી છે.

  ઇંગ્લેન્ડની વર્લ્ડ કપમાં ભારત જેવા કલર વાળી જર્સી છે


  ભગવા રંગથી કેમ વાંધો છે - બીજેપી
  બીજેપી નેતા રામ કદમે કહ્યું હતું કે ભગવા રંગને લઈને વિપક્ષને વિરોધ કેમ છે. રમતને રાજનીતિથી દૂર રાખવી જોઈએ. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી જેથી રંગોનું રાજકારણ કરી રહી છે.

  આઈસીસીએ કહ્યું હતું કે જર્સી બદલવાનો વિચાર એટલા માટે આવ્યો કારણ કે ઇંગ્લેન્ડની પણ બ્લૂ જર્સી છે. નવી ડિઝાઈન ભારતની જૂની ટી-20 જર્સીમાંથી લેવામાં આવી છે. જેમાં ભગવો રંગ છે.
  Published by:Ashish Goyal
  First published: