Home /News /sport /Twitter પર સળી કરનાર પાકિસ્તાનના પૂર્વ બોલરને હરભજને ફિક્સર કહી ઔકાત યાદ કરાવી દીધી

Twitter પર સળી કરનાર પાકિસ્તાનના પૂર્વ બોલરને હરભજને ફિક્સર કહી ઔકાત યાદ કરાવી દીધી

ભારતીય ટીમના પૂર્વ બોલર હરભજનસિંહની ફાઈલ તસવીર

સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ આમિર ( Muhammad amir) અને પાકિસ્તાની પત્રકાર સુમૈરા ખાને હરભજન સિંહને ઉશ્કેર્યો હતો. જેથી ટ્વિટર (Twitter) પર એકબીજા પર આક્ષેપો થવા લાગ્યા હતા.

નવી દિલ્હી:  ભારત સામે પ્રથમ વખત ICC T-20 વર્લ્ડ કપની મેચ જીત્યા બાદ અમુક પૂર્વ પાકિસ્તાની ખેલાડીઓ વિચિત્ર હરકતો કરવા લાગ્યા છે. તેઓ એક યા બીજા બહાને ટીમ ઇન્ડિયા (Team india)ના ખેલાડીઓને નિશાન બનાવી રહ્યા છે. આવું જ ભારતીય ટીમના પૂર્વ ખેલાડી હરભજન સિંહ (Harbhajan singh) સાથે થયું છે. સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ આમિર ( Muhammad amir) અને પાકિસ્તાની પત્રકાર સુમૈરા ખાને હરભજન સિંહને ઉશ્કેર્યો હતો. જેથી ટ્વિટર (Twitter) પર એકબીજા પર આક્ષેપો થવા લાગ્યા હતા. ત્યારબાદ આ વાત વધુ ગંભીર બની ગઈ હતી. હરભજને પણ તેને જડબાતોડ જવાબ આપ્યો હતો. હરભજને મોહમ્મદ આમિરને પોતાની ઔકાત યાદ આપવીને આખા પ્રકરણને પૂરું કરવાનો પ્રયાસ કર્યો છે.

કઈ રીતે થયો ઝઘડો?

આ ઝઘડાની શરૂઆત આમિરે કરી હતી. તેણે ટ્વિટર પર વિડીયો શેર કરી હરભજનને છંછેડયો હતો. તેણે 2006માં ફૈસલાબાદના મેચનો વિડીયો શેર કર્યો હતો. જેમાં શાહિદ આફ્રિદીએ હરભજનના 4 બોલમાં 4 સિક્સર મારી હતી. આ વિડીયોમાં આમિરે હરભજનને ટેગ કરીને લખ્યું કે, હું તમારી બોલિંગ જોઈ રહ્યો હતો, ત્યારે લાલા (શાહિદ આફ્રિદી)એ તમારા 4 બોલમાં ચાર છગ્ગા ફટકાર્યા હતા. ક્રિકેટ છે, છગ્ગા લાગી શકે છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટ થોડું વધારે પડતું થઈ ગયું!

આમિરના આ ટ્વિટ બાદ હરભજને જવાબ આપ્યો અને તેને 2010ની લોર્ડ્સ ટેસ્ટની યાદ અપાવી હતી. આમિર અને મોહમ્મદ આસિફ પર ટેસ્ટ મેચમાં સ્પોટ ફિક્સિંગનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બાદમાં તેઓ તપાસ દરમિયાન દોષી સાબિત થયા હતા અને તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હરભજને લખ્યું કે, લોર્ડ્સમાં નો બોલ કઈ રીતે થઈ ગયો? તે કેટલા લીધા હતા, કોણે આપ્યા હતા? ટેસ્ટ ક્રિકેટ છે, નો બોલ કઈ રીતે થઈ શકે? આ સુંદર રમતને બદનામ કરવા બદલ તમને અને તમારા અન્ય સમર્થકોને શરમ આવવી જોઈએ.

આ પણ વાંચો: આ છે વિશ્વના પાંચ સૌથી વધુ ધનવાન ક્રિકેટર, નંબર-1 પર છે 'ગોડ' ધોની-કોહલી પણ છે લિસ્ટમાં

" isDesktop="true" id="1146356" >

હરભજનના આ રીપ્લાય બાદ પાકિસ્તાની પત્રકાર સુમૈરા ખાન પણ ઝઘડામાં કુદી પડી હતી. તેણે પણ હરભજન અંગે અમુક ટ્વિટ કર્યા હતા. જેનો પણ હરભજને યોગ્ય જવાબ આપ્યો હતો.

હરભજને આમિરને આવી રીતે ઔકાત યાદ અપાવી

હરભજને પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે, જો હું આ કાદવમાં વધુ પગ મૂકું તો હું પણ ગંદો થઈ જઈશ તેથી મારે તેમાં જવું નથી. આમિર પાસે તે ઔકાતનથી કે તે એવા સ્તરે નથી, જ્યાં મારે તેની સાથે વાત પણ કરવી જોઈએ. હું તેના વિશે જેટલી વધુ વાત કરીશ, હું મારી જાતનો એટલો જ અનાદર કરીશ. હું તેના વિશે વધુ વાત કરવા માંગતો નથી.

આ પણ વાંચો: ખેલ રત્ન-અર્જૂન એવોર્ડ માટે નીરજ ચોપરથી લઈ રાજ્યની ભાવિના પટેલ સુધીના ખેલાડીની યાદી તૈયાર

હરભજને વધુમાં કહ્યું હતું કે, તેણે ક્રિકેટ પર લગાવેલ કલંક દરેક માટે ભુલાય તેમ નથી. જે વ્યક્તિએ ક્રિકેટ, પોતાનો દેશ, પોતાનું સ્વાભિમાન વેચ્યું, બધા સાથે છેતરપિંડી કરી અને લોર્ડ્સ પર જાણીજોઈને નો-બોલ ફેંકીને પૈસા કમાવવાનો પ્રયાસ કર્યો, તેની સાથે ઝઘડો કરવો એ કદાચ મારી ભૂલ હશે. તે તેના લાયક નથી. મારે તમારા ટ્વીટ પર પ્રતિક્રિયા આપવી જોઈતી ન હતી. કારણ કે તે જાહિલ છે અને રહેશે.
First published:

Tags: Harbhajan singh, ICC T20 World Cup, Icc world t20