કોમનવેલ્થ ગેમ્સ 2018માં ભારતીય મહિલા ટીમે ભારતનું નામ રોશન કર્યું. ભારતીય મહિલા ટીમે ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. ભારતીય ટીમે સિંગાપુરની ટીમને ફાઈનલમાં 3-1થી હરાવી વિજય મેળવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે પહેલીવાર ટેબલ ટેનિસમાં ગોલ્ડ જીત્યો ચે. સિંગાપુર સામે ટીમ ઈન્ડિયા હંમેશા પરાસ્ત થતી જોવા મળી છે, પરંતુ આ વખતે મનિકા બત્રાએ શાનદાર પ્રદર્શન કરી ઈતિહાસ રચ્યો છે. મહિલા ટેબલ ટેનિસ ટીમ ઈવેંટમાં મોનિકા બત્રાએ 2 મેચ જીતી છે. જ્યારે મધુરિકા પાટકર અને માઉમા દાસે પણ 1-1થી મેચ જીતી ટીમ ઈન્ડિયાને ગોલ્ડ અપાવ્યો છે. આ જીત સાથે જ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખાતામાં 7 ગોલ્ડ મેડલ આવી ગયા છે.
જીત બાદ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના ટ્વીટર એકાઉન્ટથી ટેબલ ટેનિસ ટીમને શુભકામના પાઠવી. તેમણે લખ્યું કે, મહિલા ટેબલ ટેનિસમાં પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતવા બદલ ખુભ ખુબ શુભકામના.
આ પહેલા ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ રમતોમાં વારાણસીની પૂનમે ભારતને વેટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે. પૂનમ બાદ શૂટર મનુ ભાકરે પણ ભારતને સ્વર્ણિમ સફળતા અપાવી છે. હીના સિદ્ધૂએ પણ આજ ઈવેંટમાં સિલ્વર મેડલ જીત્યો છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર