Home /News /sport /

CWG: ભારતીય હોકી ટીમનું ચેમ્પિયન બનવાનું સપનું તૂટ્યું, સિલ્વર મેડલ મળ્યો

CWG: ભારતીય હોકી ટીમનું ચેમ્પિયન બનવાનું સપનું તૂટ્યું, સિલ્વર મેડલ મળ્યો

ભારતીય હોકી ટીમનું ચેમ્પિયન બનવાનું સપનું તૂટ્યું

ફાઇનલમાં વિશ્વ ચેમ્પિયન ટીમના હાથે 7-0થી શરમજનક હાર બાદ સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો છે

    નવી દિલ્હી: કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games)માં ઓસ્ટ્રેલિયાનું વર્ચસ્વ તોડવાનું ભારત (indian means hockey)નું સપનું અધૂરું રહી ગયું છે અને એક તરફી ફાઇનલમાં વિશ્વ ચેમ્પિયન ટીમના હાથે 7-0થી શરમજનક હાર બાદ સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો છે. દિલ્હી કોમનવેલ્થ ગેમ્સ 2010ની ખરાબ યાદો ફરી તાજા થઇ ગઇ છે, જ્યારે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને 8-0થી હરાવી હતી.

    લીગ રાઉન્ડમાં વિજયી અને પૂલમાં ટોચ પર રહેનારી ભારતીય ટીમ બિલકુલ ફોર્મમાં જોવા મળી નહીં. ફોરવર્ડ લાઈનમાં કોઈ સંકલન ન હતું અને ડિફેન્સ મામલે પણ તે હાવી રહ્યું હતું. સુકાની મનપ્રીત સિંહને ખભામાં ઈજા થવાથી ભારતના પ્રદર્શન પર ખરાબ અસર પડી હતી.

    ઓસ્ટ્રેલિયા માટે બ્લેક ગોવર્સ, નાથન એફરામ્સ, જેકબ એન્ડરસન, ટોમ વિકહેમ અને ફિન ઓજિલવીએ ગોલ કર્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં 1998માં હોકીને સામેલ કર્યા બાદથી તમામ ગોલ્ડ ઓસ્ટ્રેલિયાએ જીત્યા છે. ભારતે 2010માં દિલ્હી અને 2014માં ગ્લાસ્ગોમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.

    આ પણ વાંચો: CWG 2022: પીવી સિંધૂએ ગોલ્ડ મેડલ જીત્યો, ફાઇનલમાં કેનેડાની ખેલાડીને હરાવી

    બીજા ક્વાર્ટરમાં 22મી મિનિટે ઓસ્ટ્રેલિયાને સતત બે પેનલ્ટી કોર્નર મળ્યા જેમાંથી બીજો ગોલ હેવર્ડે કર્યો હતો. કાઉન્ટર એટેકમાં ભારતને 24મી મિનિટે પહેલો પેનલ્ટી કોર્નર મળ્યો હતો પરંતુ આકાશદીપ સિંહનો નિશાન લાગ્યો નહીં. ઓસ્ટ્રેલિયા માટે વિકહેમે 26મી મિનિટે અને એન્ડરસને 27મી મિનિટે ગોલ કર્યા હતા. હાફટાઇમ સુધીમાં ઓસ્ટ્રેલિયા 5-0થી આગળ હતું. બીજા હાફમાં ભારતે રમતમાં થોડો સુધારો કર્યો હતો પરંતુ તેમ છતાં ગોલ થઈ શક્યો નહોતો.

    ત્રીજા ક્વાર્ટરમાં ઓસ્ટ્રેલિયન ગોલ પર ભારતનો એકમાત્ર એટેક અભિષેકે 38મી મિનિટે કર્યો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયન ડિફેન્સે તેને સફળ થવા દીધો ન હતો. આ દરમિયાન નાથને 42મી મિનિટે વધુ એક ગોલ કરીને ઓસ્ટ્રેલિયાની લીડ 6-0 કરી હતી. છેલ્લા ક્વાર્ટરની પહેલી જ મિનિટમાં ઓગિલ્વીએ ગોલ કરીને લીડમાં વધારો કર્યો હતો. આ દરમિયાન નીલાકાંતા શર્મા અને હરમનપ્રીત સિંહના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: CWG, Hockey India, Latest News, Sports news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन