commonwealth games 2022 : ભારતીય વેટલિફ્ટર સંકેત મહાદેવ સરગરે (sanket mahadev sargar) પુરૂષોના 55 કિલોગ્રામ વજનની સ્પર્ધામાં સિલ્વર મેડલ (Silver Medal) જીત્યો છે. કોમનવેલ્થ ગેમ્સ 2022માં આ ભારતનો પહેલો મેડલ છે. કોમનવેલ્થ ગેમ્સ 2022માં આ ભારતનો પહેલો મેડલ છે. આ મુકાબલામાં ગોલ્ડ મેડલ મલેશિયાનવા મોહમ્મદ અનીકે જીત્યો છે. સંકેત 248 કિલોગ્રામ વજન ઉઠાવી શક્યો. સંકેતને ક્લીન એન્ડ જર્કના ત્રીજા પ્રયાસમાં નાની ઈજા થતા ગોલ્ડ મેડલ ચૂકી ગયો. સંકેતે સ્નેચમાં 113 અને ક્લીન એન્ડ જર્કમાં 135 કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતુ.
મલેશિયાના મોહમ્મદ અનીકે ગોલ્ડ મેડલ મેળવ્યો
મલેશિયાના મોહમ્મદ અનીકને કુલ 249 કિલો વજન ઉઠાવી ક્લીન એન્ડ જર્કમાં રમતનો નવો રેકોર્ડ બનાવી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેણે સ્નેચમાં 107 અને ક્લીન એન્ડ જર્કમાં 142 કિલો વજન ઉઠાવ્યું. શ્રીલંકાના દિલાંકા ઈસુરૂ કુમારાએ 225 કિલો વજન ઉઠાવી કાંસ્ય પદક જીત્યો.
સાગર સ્નેચમાં શીર્ષ
સાગર સ્નેચમાં ટોપ પર હતો પરંતુ ક્લીન એન્ડ જર્કમાં માત્ર એક જ પ્રયાસ સફળ રહ્યો હતો જેમાં તેણે 135 કિલો વજન ઉપાડ્યું હતું. આ પછી, ઈજાના કારણે, તે બીજા અને ત્રીજા પ્રયાસમાં 139 કિલો વજન ઉપાડી શક્યો ન હતો. સાંજે, પી ગુરુરાજા (61 કિગ્રા), ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુ (49 કિગ્રા) અને એસ બિંદિયારાની દેવી (55 કિગ્રા) પણ મેડલની રેસમાં હશે.
કોણ છે સંકેત મહાદેવ સરગર
મહારાષ્ટ્રના સાંગલીના રહેવાસી સંકેત મહાદેવ સરગરે ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં રાષ્ટ્રીય રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે સ્નેચમાં 113 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ જીત્યો હતો. આ ગોલ્ડ સાથે તેણે કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે ક્વોલિફાય કર્યું હતું. 21 વર્ષીય સંકેત મહાદેવ સરગર ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2020 અને ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2020નો ચેમ્પિયન હતો.
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે વેઈટલિફ્ટિંગમાં 126મો મેડલ જીત્યો હતો
ભારત 1990, 2002 અને 2018 કોમનવેલ્થ ગેમ્સમાં વેઈટલિફ્ટિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રહ્યું છે. ભારત કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં વેઈટલિફ્ટિંગમાં 126 મેડલ સાથે બીજો સૌથી સફળ દેશ છે. માત્ર ઓસ્ટ્રેલિયા (159) એ આ ગેમ્સની વેઈટલિફ્ટિંગ ઈવેન્ટમાં તેના કરતા વધુ મેડલ જીત્યા છે. 2018ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના વેઇટલિફ્ટર્સે પ્રભુત્વ જમાવ્યું હતું, જેમાં 5 ગોલ્ડ સહિત નવ મેડલ જીત્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર