Home /News /sport /

ચક દે ઇન્ડિયા : ભારતે એક દિવસમાં જીત્યા 15 મેડલ, જાણો મેડલ ટેલીમાં કયા સ્થાને છે ભારત, કોણ છે નંબર વન

ચક દે ઇન્ડિયા : ભારતે એક દિવસમાં જીત્યા 15 મેડલ, જાણો મેડલ ટેલીમાં કયા સ્થાને છે ભારત, કોણ છે નંબર વન

ભારત માટે કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games)છેલ્લા 2 દિવસ શાનદાર રહ્યા

Commonwealth Games 2022 Medal Tally : કુશ્તીમાં 12 ભારતીયો ઉતર્યા હતા અને બધાએ મેડલ જીત્યા, ભારતીય મહિલા હોકી ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો

    બર્મિંઘમ : ભારત માટે કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games)છેલ્લા 2 દિવસ શાનદાર રહ્યા છે. આ કારણે મેડલ ટેલીમાં (medals tally)ભારતના 50 મેડલ પુરા થઇ ગયા છે. કુશ્તીમાં 12 ભારતીયો ઉતર્યા હતા અને બધાએ મેડલ જીત્યા છે. રવિવારે બોક્સિંગમાં નિકહત ઝરીન, નીતુ અને અમિત પંઘાલે ગોલ્ડ અપાવ્યો હતો. જ્યારે ટ્રિપલ જમ્પમાં એડોલ્સ પોલે ગોલ્ડ અને અબ્દુલા અબુ બાકરે સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિવાય ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. મહિલા હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારત (India medals tally)અત્યાર સુધી 55 ગોલ્ડ મેડલ જીતી ચૂક્યું છે.

    રવિવારે ભારતીય ખેલાડીઓએ કુલ 15 મેડલ જીત્યા


    ટેબલ ટેનિસમાં શરત કમલે શ્રીજા સાથે મળીને મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. રવિવારે ભારતીય ખેલાડીઓએ કુલ 15 મેડલ જીત્યા હતા. ટેબલ ટેનિસમાં આજે પણ મેડલ આવવાની આશા છે. અચંતા શરત કમલ સિંગલ્સની ફાઇનલમાં રમવા ઉતરશે. બેડમિન્ટનમાં પીવી સિંધૂ અને લક્ષ્ય સેન પણ ગોલ્ડ અપાવી શકે છે. પુરુષ હોકી ટીમ પણ ફાઇનલમાં પોતાનો દમ બતાવશે. ભારત હજુ વધારે ગોલ્ડ જીતી શકે છે.

    આ પણ વાંચો - કોમનવેલ્થ ગેમ્સ : અમિત અને નીતુને ગોલ્ડ મેડલ, ભારતીય મહિલા હોકી ટીમે બ્રોન્ઝ જીત્યો

    ભારતમાં પાંચમા સ્થાને


    મેડલ ટેલીની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી સૌથી વધારે 174 મેડલ જીત્યા છે. જેમાં 66 ગોલ્ડ, 55 સિલ્વર અને 53 બ્રોન્ઝ જીત્યા છે. બીજા સ્થાને રહેલા ઇંગ્લેન્ડે 55 ગોલ્ડ, 59 સિલ્વર અને 52 બ્રોન્ઝ સાથે 166 મેડલ જીત્યા છે. કેનેડા 26 ગોલ્ડ, 31 સિલ્વર અને 34 બ્રોન્ઝ સાથે 91 મેડલ જીતી ત્રીજા સ્થાને છે. ન્યૂઝીલેન્ડ 19 ગોલ્ડ, 12 સિલ્વર અને 17 બ્રોન્ઝ સાથે 48 મેડલ જીતી ચોથા સ્થાને છે. જ્યારે ભારત 18 ગોલ્ડ, 15 સિલ્વર અને 22 બ્રોન્ઝ સાથે 55 મેડલ જીતી પાંચમાં સ્થાને છે.

    આ પણ વાંચો - ગુજરાતની દીકરીઓએ કોમનવેલ્થ ગેમ્સમાં બાજી મારી, મેળવ્યો ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ

    16 વર્ષ પછી ભારતીય મહિલા હોકી ટીમ મેડલ જીત્યો


    ભારતીય મહિલા હોકી ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ભારતીય મહિલા હોકી ટીમનો કોમનવેલ્થના ઇતિહાસમાં ત્રીજો મેડલ છે. આ પહેલા ભારતે 2002માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે 2006માં સિલ્વર મેડલ જીત્યો હતો. 16 વર્ષ પછી ભારતીય મહિલા હોકી ટીમ મેડલ જીતવા સફળ રહી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Commonwealth Games, CWG

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन