Home /News /sport /

કોમનવેલ્થ ગેમ્સ : અમિત અને નીતુને ગોલ્ડ મેડલ, ભારતીય મહિલા હોકી ટીમે બ્રોન્ઝ જીત્યો

કોમનવેલ્થ ગેમ્સ : અમિત અને નીતુને ગોલ્ડ મેડલ, ભારતીય મહિલા હોકી ટીમે બ્રોન્ઝ જીત્યો

ભારતીય મહિલા હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો

Commonwealth Games 2022 Updates - બોન્ઝ મેડલની મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે પેનલ્ટી શૂટઆઉટમાં 2-1થી વિજય મેળવ્યો

    બર્મિંઘમ : કોમનવેલ્થ ગેમ્સના (Commonwealth Games 2022)10 દિવસે ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત્ છે. રવિવારે ભારતે વધુ એક ગોલ્ડ અને બ્રોન્ઝ પોતાના નામે કર્યો છે. બોક્સિંગમાં ભારતની નીતુ ઘનઘસે (Nitu Ghangas)ગોલ્ડ જીત્યો છે.  નીતુએ મિનિમમવેઇટ (45-48)ના વર્ગમાં ઇંગ્લેન્ડની રેસ્જટાન ડેમી જેડને 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

    અમિત પંઘલે ભારતે 15મો ગોલ્ડ મેડલ અપાવ્યો

    બોક્સર અમિત પંઘલે ભારતે 15મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. અમિત કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ વખત ગોલ્ડ જીતવા સફળ રહ્યો છે. આ પહેલા તે 2018માં સિલ્વર મેડલ જીત્યો હતો.

    16 વર્ષ પછી ભારતીય મહિલા હોકી ટીમ મેડલ જીત્યો


    ભારતીય મહિલા હોકી ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ભારતીય મહિલા હોકી ટીમનો કોમનવેલ્થના ઇતિહાસમાં ત્રીજો મેડલ છે. આ પહેલા ભારતે 2002માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે 2006માં સિલ્વર મેડલ જીત્યો હતો. 16 વર્ષ પછી ભારતીય મહિલા હોકી ટીમ મેડલ જીતવા સફળ રહી છે.



    આ પણ વાંચો - ગુજરાતની દીકરીઓએ કોમનવેલ્થ ગેમ્સમાં બાજી મારી, મેળવ્યો ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ

    પેનલ્ટી શૂટઆઉટમાં વિજય


    મેચ નિર્ધારિત સમયમાં 1-1થી બરાબરી પર રહી હતી. આ પછી પેનલ્ટી શૂટઆઉટમાં વિજેતાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય ટીમનો 2-1થી વિજય થયો છે.

    ભારત મેડલ ટેલીમાં પાંચમાં સ્થાને


    ભારતે અત્યાર સુધીમાં 15 ગોલ્ડ, 11 સિલ્વર અને 17 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 43 મેડલ જીત્યા છે અને તે પાંચમાં સ્થાને છે. ઓસ્ટ્રેલિયા 59 ગોલ્ડ મેડલ સાથે 156 મેડલ જીતી ટોચના સ્થાને છે.

    ભાવિના પટેલે જીત્યો ગોલ્ડ


    બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં નવમા દિવસ ગુજરાતની 35 વર્ષીય પેરા એથલીટ ખેલાડી ભાવિના પટેલે શનિવારે ટેબલ ટેનિસમાં ફાઈનલમાં નાઈજિરિયાની ક્રિસ્ટિયાના ઈક્પેયોઈને હરાવીને ભારતને વધુ એક ગોલ્ડ મેડલ જીતાડી દીધો છે. બીજી તરફ ગુજરાતની બીજી દીકરી પેરા ટેબલ ટેનિસ ખેલાડી સોનલબેન મનુભાઈ પટેલે મહિલા સિંગલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ખેલાડીએ બ્રોન્ઝ મેડલ પ્લે-ઓફમાં ઈંગ્લેન્ડની સુ બેઈલીને 11-5, 11-2, 11-3થી હરાવી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Commonwealth Games, CWG

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन